IND vs SA: દક્ષિણ આફ્રિકાએ ફુલ ફોર્મમાં રહેલા કાગિસો રબાડાને લઇને ભારત સામેની વન ડે સિરીઝ પહેલા ટીમમાંથી રિલીઝ કરી આશ્વર્ય સર્જયુ

કાગિસો રબાડા (Kagiso Rabada) એ ભારત સામેની ટેસ્ટ શ્રેણીની 3 મેચમાં સૌથી વધુ 20 વિકેટ લીધી હતી પરંતુ હવે તે વનડે શ્રેણીમાં નહીં રમે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 9:42 PM
દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડા (Kagiso Rabada) બુધવારથી શરૂ થઈ રહેલી ભારત સામેની ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. રબાડાને કોઈ ઈજા નથી પરંતુ તેને દક્ષિણ આફ્રિકાએ ટીમમાંથી રિલીઝ કરી દીધો છે. વાસ્તવમાં દક્ષિણ આફ્રિકાએ કાગીસો રબાડાને આરામ આપ્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમે વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આ મોટો નિર્ણય લીધો છે.

1 / 5
જણાવી દઈએ કે કાગિસો રબાડા ટેસ્ટ સિરીઝમાં ફોર્મમાં હતો. તેણે 3 મેચમાં સૌથી વધુ 20 વિકેટ લીધી હતી. ODI શ્રેણીમાં કાગિસો રબાડાની ગેરહાજરી દક્ષિણ આફ્રિકાની ટીમનું બોલિંગ આક્રમણ નબળું બનાવે છે. ઈજાના કારણે ફાસ્ટ બોલર એનરિક નોરખિયા પણ ODI સિરીઝમાં નથી રમી રહ્યો.

2 / 5
સાઉથ આફ્રિકા પાસે રબાડાનો વિકલ્પ છે. ટીમમાં સિસાંડા મગાલા, એન્ડીલે ફેહલુકવાયો, ડ્વેન પ્રિટોરિયસ અને વેઈન પાર્નેલ જેવા ઝડપી બોલરો છે. આ સાથે માર્કો યાનસનનો પણ ODI ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેણે રબાડા બાદ ટેસ્ટ શ્રેણીમાં 19 વિકેટ ઝડપી હતી.

3 / 5
કાગીસો રબાડા ODI સિરીઝમાં નહી રમવાથી ટીમ ઈન્ડિયાને ચોક્કસપણે રાહત મળશે. 26 વર્ષીય ફાસ્ટ બોલરે ભારત સામે ODI ફોર્મેટમાં 12 મેચમાં 17 વિકેટ ઝડપી છે. રબાડા ઘર આંગણે વધુ ખતરનાક છે, તેણે 37 મેચમાં 54 વિકેટ ઝડપી છે.

4 / 5
1લી ODI માટે દક્ષિણ આફ્રિકાની સંભવિત પ્લેઈંગ ઈલેવન - ક્વિન્ટન ડી કોક, યેનેમન મલાન, ટેમ્બા બાવુમા, એડન માર્કરામ, રાસી વાન ડેર ડુસૈ, ડેવિડ મિલર, એન્ડીલે ફેહલુકવાયો, માર્કો યાનસન, તબરેઝ શમ્સી, ડ્વેન પ્રાયોરિયસ અને લુંગી એનગીડી.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">