Gujarati News » Photo gallery » Cricket photos » IND vs SA 1st test Mohammed shami completes 200 wickets takes 5 wickets haul vs south africa in centurion Kagiso Rabada Indian Cricket Team
IND vs SA: મોહમ્મદ શામીના ‘પંજા’ માં ફસાયુ દક્ષિણ આફ્રિકા, 200 વિકેટ ઝડપતા જ બનાવ્યો મોટો રેકોર્ડ
મોહમ્મદ શામી (Mohammed shami) એ કાગિસો રબાડા (Kagiso Rabada) ની વિકેટ લઈને ટેસ્ટ ક્રિકેટમાં 200નો આંકડો પાર કર્યો હતો.
કદાચ મોહમ્મદ શામી (Mohammed shami) ને દક્ષિણ આફ્રિકાની ધરતી માટે ઘણો પ્રેમ છે, ત્યારે જ તેનો બોલ ત્યાંના બેટ્સમેનો પર કહેર વર્તાવતા તૂટી પડે છે. જે પ્રકારનું પ્રદર્શન મોહમ્મદ શામી એ 3 વર્ષ પહેલા કર્યું હતું, એવું જ કંઈક આ વખતે પણ જોવા મળી રહ્યું છે. સેન્ચુરિયન ટેસ્ટ (Centurion Test) ની પ્રથમ ઇનિંગમાં મોહમ્મદ શમીએ પાંચ વિકેટ ઝડપી હતી.
1 / 5
મોહમ્મદ શામીએ ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 200 વિકેટ પણ પૂરી કરી લીધી હતી. મોહમ્મદ શામી ભારત માટે 200 ટેસ્ટ વિકેટ લેનારો માત્ર પાંચમો ઝડપી બોલર છે.
2 / 5
મોહમ્મદ શામી પહેલા કપિલ દેવ, ઈશાંત શર્મા, ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથ આ કારનામું કરી ચુક્યા છે. મોહમ્મદ શામી ભારત માટે સૌથી ઓછા બોલમાં 200 વિકેટ ઝડપનાર બોલર છે. શામીએ 9896 બોલમાં 200 ટેસ્ટ વિકેટ લીધી છે. તેણે અશ્વિનનો રેકોર્ડ તોડ્યો જેણે 10,248 બોલમાં વિકેટની બેવડી સદી ફટકારી હતી.
3 / 5
તમને જણાવી દઈએ કે મોહમ્મદ શામીએ દક્ષિણ આફ્રિકામાં બીજી વખત ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકામાં જવાગલ શ્રીનાથે 3 વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી છે. શામીએ દક્ષિણ આફ્રિકામાં 7 ઇનિંગ્સમાં 20 વિકેટ ઝડપી છે.
4 / 5
સેન્ચ્યુરિયન ટેસ્ટના ત્રીજા દિવસે મોહમ્મદ શામીએ એડન માર્કરામ, કીગન પીટરસન, ટેમ્બા બાવુમા, વિયાન મુલ્ડર અને કાગીસો રબાડાની વિકેટ ઝડપી હતી. શમીની શાનદાર બોલિંગના આધારે દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ 197 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતને પ્રથમ દાવમાં 130 રનની લીડ મળી હતી.