BCCIએ શ્રેયસ અય્યરને સોંપી મોટી જવાબદારી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા મળ્યું મોટું ઈનામ
ઓસ્ટ્રેલિયા સામે 19 ઓક્ટોબરથી શરૂ થનારી ODI અને T20I શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલીએ અને રોહિત શર્માને ટીમમાં સ્થાન મળ્યું છે. નવા કેપ્ટનની પણ જાહેરાત કરવામાં આવી છે. સાથે જ અનુભવી બેટ્સમેન શ્રેયસ અય્યરને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 19 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. આ પ્રવાસ ત્રણ મેચની ODI શ્રેણીથી શરૂ થશે. BCCIએ આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી છે, જેમાં ત્રણ અનુભવી ખેલાડીઓની વાપસી થઈ છે.

ચેમ્પિયન્સ ટ્રોફી પછી પહેલીવાર વિરાટ કોહલી, રોહિત શર્મા અને શ્રેયસ અય્યર બ્લ્યુ જર્સીમાં જોવા મળશે. શુભમન ગિલને ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે શ્રેયસ અય્યરને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા A સામે ઈન્ડિયા A ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પ્રથમ અનઓફિશિયલ ODIમાં તેણે 83 બોલમાં 12 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી શાનદાર 110 રન બનાવ્યા હતા. જોકે, બીજી મેચમાં તે નિષ્ફળ ગયો હતો.

શ્રેયસ અય્યરે અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે 70 વનડે રમી છે.અય્યરે 65 ઈનિંગ્સમાં 48.22ની સરેરાશથી 2845 રન બનાવ્યા છે, જેમાં પાંચ સદી અને 22 અડધી સદી સામેલ છે.

શ્રેયસ અય્યરે ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પાંચ મેચમાં 48.60ની સરેરાશથી 243 રન બનાવ્યા હતા, જેમાં બે અડધી સદી સામેલ છે. અય્યર ટુર્નામેન્ટમાં બીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. (All Photo Credit : PTI / GETTY)
શ્રેયસ અય્યર ત્રણેય ફોર્મેટમાં મિડલ ઓર્ડરમાં ટીમ ઈન્ડિયાનો સૌથી અનુભવી અને વિશ્વાસપાત્ર બેટ્સમેન છે. શ્રેયસ અય્યર સાથે જોડાયલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
