
ભારતીય બોલરોએ એકપણ વિકેટ લીધા વિના 100થી વધુ રન ખર્ચ્યા હોવાની છેલ્લી 10 ઘટનાઓ પર નજર કરીએ તો તેમાં સિરાજ પણ સામેલ છે. ઉમેશ યાદવે 2023માં અમદાવાદ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે કોઈ વિકેટ લીધા વિના 105 રન આપ્યા હતા અને ભુવનેશ્વર કુમારે 2015માં સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 122 રન આપ્યા હતા.

આ મામલે સૌથી ખરાબ સ્થિતિ ઈશાંત શર્મા અને રવિચંદ્રન અશ્વિનની હતી. 2014માં ઈશાંતે વેલિંગ્ટન ટેસ્ટમાં કોઈ વિકેટ લીધા વિના 164 રન આપ્યા હતા. જ્યારે વર્ષ 2012માં અશ્વિને સિડની ટેસ્ટમાં એકપણ વિકેટ લીધા વિના 157 રન બનાવ્યા હતા. (All Photo Credit : PTI / X / ESPN)