
રોહિત શર્મા ખૂબ જ ખરાબ ફોર્મમાં છે. રોહિત શર્મા માટે વર્ષ 2024 ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. ટેસ્ટ ફોર્મેટમાં આ ખેલાડીએ 14 મેચમાં માત્ર 26.39ની એવરેજથી 607 રન બનાવ્યા છે. આ ટૂરમાં પણ રોહિતનું ફૂટવર્ક ખૂબ જ ખરાબ દેખાય છે.

રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ રમ્યો નહોતો. પરંતુ પછીની ત્રણ ઈનિંગ્સમાં રોહિત માત્ર 19 રન જ બનાવી શક્યો છે. હવે જોવાનું એ રહે છે કે મેલબોર્નમાં ઓપનિંગમાં રોહિત કેવો અભિગમ અપનાવે છે.

મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 311 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ચાર બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. સેમ કોન્સ્ટાસના બેટમાંથી 60 રન આવ્યા હતા. ઉસ્માન ખ્વાજાએ 57 રન બનાવ્યા હતા. માર્નસ લાબુશેને 72 રનની ઈનિંગ રમી હતી. સ્ટીવ સ્મિથ 68 રન બનાવીને અણનમ છે.

હંમેશની જેમ ટીમ ઈન્ડિયા માટે સૌથી સફળ બોલર જસપ્રીત બુમરાહ રહ્યો, જેણે કુલ 3 વિકેટ પોતાના નામે કરી. આકાશદીપ, જાડેજા અને સુંદરને 1-1 વિકેટ મળી છે. (All Photo Credit : PTI)