લક્ઝુરિયસ ઘર, મોંઘી કાર, બેક એકાઉન્ટમાં છે કરોડો રૂપિયા, અભિષેક શર્મા કોઈ સુપરસ્ટારથી ઓછો નથી
વાનખેડે ખાતે ઈંગ્લેન્ડ સામે ભારત માટે અભિષેક શર્માએ બેટથી તબાહી મચાવી હતી. T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી મોટી ઈનિંગ રમવાનો રેકોર્ડ અભિષેકના નામે છે. તેણે 54 બોલમાં 135 રનની તોફાની ઈનિંગ રમી અને ભારતને 150 રનથી જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. ચાલો જાણીએ અભિષેક શર્માની નેટવર્થ વિશે.

24 વર્ષની ઉંમર અને સિદ્ધિઓ એટલી મોટી છે કે બધા તેને ભારતનો ભાવિ સ્ટાર કહેવા લાગ્યા છે. T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી મોટી ઈનિંગ રમવાનો રેકોર્ડ અભિષેક શર્માના નામે છે. તેણે વાનખેડે ખાતે 54 બોલમાં 135 રનની તોફાની ઈનિંગ રમી અને ભારતને 150 રનથી જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું.

અભિષેક શર્મા 2015-16માં વિજય મર્ચન્ટ ડોમેસ્ટિક અંડર-16 ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો (જ્યાં તેણે સાત મેચોમાં 1200 રન બનાવ્યા હતા) અને ત્યારપછીની સિઝનમાં તે અંડર-19 એશિયા કપ જીતનાર ટીમનો સદસ્ય હતો. તે 2018માં ભારતની અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ એક ભાગ હતો. તેણે ક્વાર્ટર ફાઈનલમાં બાંગ્લાદેશ સામે 50 રન બનાવ્યા અને 11 રનમાં 2 વિકેટ લીધી.

2018ની IPL ઓક્શનમાં દિલ્હી ડેરડેવિલ્સે અભિષેક શર્માને ખરીદ્યો હતો. પ્રથમ IPL મેચમાં તેણે 19 બોલમાં 46 રન બનાવ્યા હતા. વર્ષ 2022માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમતા તેણે 426 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ અત્યારસુધી ભારત માટે 17 T20 મેચ રમાઈ છે, જેમાં 193.84ના સ્ટ્રાઈક રેટથી 535 રન બનાવ્યા છે. અભિષેક શર્માએ 2 સેન્ચુરી અને 2 ફિફ્ટી પણ ફટકારી છે.

અભિષેક શર્માની નેટ વર્થ લગભગ 12 કરોડ રૂપિયા છે. ક્રિકેટ સિવાય તેને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી કરોડોની કમાણી કરે છે. IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમવાના અભિષેકને 14 કરોડ રૂપિયા મળે છે. IPLની તેની કુલ કમાણી 35.7 કરોડ રૂપિયા છે. ભારત તરફથી એક T20 મેચ રમવાના 3 લાખ રૂપિયા ફી મળે છે.

અભિષેક શર્મા તેના પરિવાર સાથે પંજાબના અમૃતસરના પોશ વિસ્તારમાં રહે છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરતો રહે છે. અભિષેક શર્માને ગાડીઓનો ખૂબ શોખ છે. તેના ગેરેજમાં BMW 3 સિરીઝ સહિત ઘણી કારનો સમાવેશ થાય છે. (All Photo Credit : PTI)
ભારતીય ક્રિકેટ ટીમના તમામ સ્ટાર ક્રિકેટરો સાથે જોડાયેલ સમાચારો વિશે જાણવા કરો ક્લિક

































































