ભારત-બાંગ્લાદેશ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ, હવે ભારતીય ટીમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે
ICC Women's ODI World Cup 2025 Semifinal : ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને હરાવી સેમિફાઈનલની ટિકિટ મેળવી હતી. હવે બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ સેમિફાઈનલની તૈયારી માટે ખુબ ખાસ માનવામાં આવતી હતી પરંતુ આ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે.

સેમિફાઇનલનું શેડ્યુલ તૈયાર છે. ભારત ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે, જે એક મુશ્કેલ પડકાર હશે. વધુમાં, ઇંગ્લેન્ડનો સામનો સાઉથ આફ્રિકા સાથે થશે.ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે, જે પણ ભારતીય સમય મુજબ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે.

આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડકપ 2025માં 26 ઓક્ટોબરના રોજ ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થયો હતો પરંતુ આ મેચનું પરિણામ ડ્રો રહ્યું હતુ. વરસાદના કારણે મેચ પૂર્ણ થઈ શકી નહીં અને અંતે તેને રદ કરવાની ફરજ પડી. આ મેચ નવી મુંબઈના ડીવાય નાયક સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.

જેમાં ભારતીય ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.વરસાદના કારણે મેચ 43-43 ઓવરની કરવામાં આવી હતી. ત્યારબાદ ઓવર ઓછી કરવામાં આવી હતી.

ભારતીય ટીમ પહેલી સેમિફાઈનલમાં પહોંચી ચૂકી છે. જ્યાં તેનો સામનો 30 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામે થશે. બીજી બાજુ બાંગ્લાદેશની ટીમ સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ચૂકી છે.

ભારત અને બાંગ્લેદશ વચ્ચે અત્યારસુધી 8 ઓડીઆઈ મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતીય ટીમે 6 મેચમાં જીત મેળવી છે. જ્યારે બાંગ્લાદેશને માત્ર એક જ મેચમાં જીત મળી છે. 1 મેચ ટ્રાઈ રહી હતી. આંકડામાં જોઈએ તો ભારતીય ટીમનું પલડ઼ું બાંગ્લાદેશ પર ભારે રહ્યું છે.

ભારતીય મહિલા ટીમની પ્લેઈંગ ઈલેવન જોઈએ તો, પ્રતીકા રાવલ, સ્મૃતિ મંધાના, હરલીન દેઓલ, જેમિના રોડ્રિંગ્સ,હરમન પ્રીત કૌર, દીપ્તિ શર્મા, ઉમા છેત્રી, અમનજોત કૌર, રાધા યાદવ, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર

તમને જણાવી દઈએ કે, જો ભારત ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને હરાવી સેમિફાઈનલમાં પહોંચી જાય છે. તો 2005 અને 2017 બાદ ત્રીજી વખત હશે. જ્યારે ભારતીય ટીમ ફાઈનલ રમતી જોવા મળશે. (all photo : PTI)
ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અહી ક્લિક કરો
