
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ ત્યારે જ જટિલ બનશે જ્યારે ટીમ ઈન્ડિયા ટેસ્ટ શ્રેણી 3-2થી જીતશે. કારણ કે જો આ સિરીઝ આ માર્જિનથી જીતી જશે તો ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં પહોંચવા માટે શ્રીલંકા પર નિર્ભર રહેવું પડશે. શ્રીલંકાની ટીમ ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવશે તો જ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી શકશે.

જો બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2-2થી ડ્રો થાય છે તો ટીમ ઈન્ડિયાએ પ્રાર્થના કરવી પડશે કે શ્રીલંકાની ટીમ ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવે. બીજી તરફ જો ટીમ ઈન્ડિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-3થી હારી જાય છે, તો ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીમાં 1-1થી ડ્રો અને શ્રીલંકાની ઓસ્ટ્રેલિયા સામે 2-0થી શ્રેણી જીત માટે પ્રાર્થના કરવી પડશે. હવે જોવાનું એ રહે છે કે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચવા માટે કયો રસ્તો પસંદ કરે છે? (All Photo Credit : PTI)