
અક્ષર પટેલ પોતાના જોરદાર પ્રદર્શનથી ભારતીય ટીમનો મહત્વપૂર્ણ સભ્ય બની ગયો છે. તેણે 2024 T20 વર્લ્ડ કપ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એશિયા કપમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે.જસપ્રીત બુમરાહ ભારત માટે પાંચમા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 70 મેચમાં 89 વિકેટ લીધી છે. આઈપીએલમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. બુમરાહએ 12 મેચમાં 18 વિકેટ લીધી છે.એશિયા કપમાં બોલ સાથે સારું પ્રદર્શન કરવા માંગશે.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ સ્ટેન્ડબાય ખેલાડીઓ. પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિગ્ટન સુંદર, રિયાન પરાગ, યશસ્વી જ્યસ્વાલ અને ધ્રુવ જુરેસ સામેલ છે.
Published On - 11:03 am, Sun, 24 August 25