Asia Cup 2025 : પાકિસ્તાનની આખી ટીમ પર ભારે પડશે આ 3 ગુજરાતી ખેલાડીઓ
એશિયા કપ 9 થી 28 સપ્ટેમબર સુધી સંયુક્ત અરબ અમીરાત યુએઈમાં રમાશે. આ વખતે ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. વર્ષ 2023માં એશિયા કપ ભારતીય ટીમે જીત્યો હતો. ભારતીય ટીમમાં 3 ગુજરાતી ખેલાડીઓ બધી ટીમ પર ભારે પડશે. તો ચાલો જાણીએ કોણ છે આ ખેલાડીઓ

એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. 15 સભ્યોની ટીમમાં 3 ગુજરાતી ખેલાડીઓના નામ સામેલ છે.ટીમની કમાન સૂર્યકુમાર યાદવને મળી છે. જ્યારે શુભમન ગિલ વાઈસ કેપ્ટન છે.હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ,જસપ્રિત બુમરાહ ટીમમાં સ્થાન મળ્યું છે.

આ ટૂર્નામેન્ટમાં ચાહકો 14 સપ્ટેમબરના રોજ રમાનારી મેચની રાહ જોઈ રહ્યા છે. આ દિવસે ભારત-પાકિસ્તાનની ટીમ આમને-સામને હશે. આ મેચમાં એક ખેલાડી પર બધાનું ધ્યાન હશે. તે ખેલાડી હાર્દિંક પંડ્યા છે. ટી-20 ફોર્મેટમાં પંડ્યાનું પ્રદર્શન પાકિસ્તાન વિરુદ્ધ સુંદર રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, બોલરો વચ્ચે હાર્દિક પંડ્યાના નામે ટી-20 ફોર્મેટમાં પાકિસ્તાન વિરુદ્ધ સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડછે. તેમણે અત્યારસુધી 7 મેચમાં 13 વિકેટ લીધી છે.

અક્ષર પટેલ પોતાના જોરદાર પ્રદર્શનથી ભારતીય ટીમનો મહત્વપૂર્ણ સભ્ય બની ગયો છે. તેણે 2024 T20 વર્લ્ડ કપ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એશિયા કપમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે.જસપ્રીત બુમરાહ ભારત માટે પાંચમા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 70 મેચમાં 89 વિકેટ લીધી છે. આઈપીએલમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. બુમરાહએ 12 મેચમાં 18 વિકેટ લીધી છે.એશિયા કપમાં બોલ સાથે સારું પ્રદર્શન કરવા માંગશે.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ સ્ટેન્ડબાય ખેલાડીઓ. પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિગ્ટન સુંદર, રિયાન પરાગ, યશસ્વી જ્યસ્વાલ અને ધ્રુવ જુરેસ સામેલ છે.
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો
