Shubman Gill: પિતાએ પુત્રને ક્રિકેટર બનાવવા માટે કરી આકરી મહેનત, વિશ્વકપ જીતાડી આપ્યુ ઇનામ, ઇજાએ કરી મુક્યો પરેશાન

ભારતીય ટીમના યુવાન બેટ્સમેન શુભમન ગિલનો આજે 22 મો જન્મ દિવસ છે. ગિલએ અંડર-19 વિશ્વકપથી પોતાનુ આકર્ષણ જમાવ્યુ હતુ. ત્યારબાદ તે ટીમ ઇન્ડીયા સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો.

1/6
ભારતીય ટીમ (Team India) ના યુવા બેટ્સમેનોમાંના એક અને દેશનુ ભવિષ્ય માનવામાં આવતા શુભમન ગિલ (Shubman Gill) નો આજે જન્મદિવસ છે. આ યુવા ખેલાડી આજે પોતાનો 22 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ગિલનો જન્મ 1999 માં પંજાબના ફાઝિલ્કામાં થયો હતો. પરંતુ ક્રિકેટમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા તેને મોહાલી લઈ આવી અને અહીંથી તેની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત થઈ.

2/6
તેના પિતા લખવિંદર ગિલ પણ ક્રિકેટર બનવા માંગતા હતા, પરંતુ જો તેઓ ન બની શક્યા તો તેમણે તેમના પુત્રને ક્રિકેટર બનાવવા માટે બધું જ કર્યું હતુ. ગિલને અંડર-19 વર્લ્ડ કપથી ખ્યાતિ મળી હતી. ભારતે 2018 માં પૃથ્વી શોના નેતૃત્વમાં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. જેમાં ગિલના બેટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તે મેન ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો.

3/6
અહીંથી, ગિલની કારકિર્દી અલગ રીતે ઉંચાઇ પર જવા લાગી. આ પ્રદર્શન બાદ IPL ટીમોની નજર ગિલ પર પડી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તેને પોતાની સાથે જોડવામાં સફળ રહી. ગિલ IPL માં તેના શાનદાર પ્રદર્શનથી સતત પ્રભાવિત થઈ રહ્યો હતો.

4/6
શુભમન ગીલ આઇપીએલ અને ઘરેલુ ટૂર્નામેન્ટમાં તેના પ્રદર્શનને લઇ ભારતીય ટીમના દરવાજા ખટખટાવતો હતો. તેણે 31 જાન્યુઆરી 2019 ના રોજ હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે વનડે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેમાં તે સફળ રહ્યો ન હતો.

5/6
પરંતુ ગિલે ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેણે ઓસ્ટ્રેલિયાના 2020-21 પ્રવાસ પર ભારતીય ટેસ્ટ ટીમ સાથે ટેસ્ટ ડેબ્યૂ કર્યું અને ટીમની ઐતિહાસિક જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે પોતાની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં 50 રન બનાવ્યા હતા. બ્રિસ્બેનની નિર્ણાયક મેચની બીજી ઈનિંગમાં 91 રનની તેની ઈનિંગ ટીમની ઐતિહાસિક જીતનો પાયો સાબિત થઈ. આ ઇનિંગના આધારે ભારતે જીતની ઇમારત બનાવી અને ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતીને ઇતિહાસ રચ્યો હતો.

6/6
ગિલની અંદર રહેલી પ્રતિભા જોઈને તેની ઈંગ્લેન્ડ પ્રવાસ પર પસંદગી પણ થઈ હતી. તે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ રમ્યો હતો. પરંતુ ત્યારબાદ ઈજાને કારણે ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી ખસી જવું પડ્યું હતું. પરંતુ ગિલમાં જે પ્રકારની પ્રતિભા છે તે જોતાં એવું લાગે છે કે તે ભારત માટે લાંબા સમય સુધી રમી શકે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati