IPL 2021 ના આગળના તબક્કા પહેલા ધોની ફુટબોલ રમતો જોવા મળ્યો, ઐય્યર અને રણવીર સિંહ પણ હતા સાથે

મહેન્દ્ર સિંહ ઘોની (MS Dhoni) IPL 2021 ની યુએઇમાં રમાનારી બાકી રહેલી આગળની મેચો દરમ્યાન જોવા મળશે. ધોની આ પહેલા ફુટબોલ મેદાનમાં રમતો જોવા મળ્યો છે. જેમાં તેને શ્રેયસ ઐય્યર અને બોલીવુડ સ્ટાર રણવીર સિંહે સાથ આપ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 9:24 AM
IPL 2021 સ્થગીત થવા બાદ પ્રથમ વાર ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) મેદાન પર નજર આવ્યો હતો. ધોનીની સાથે ભારતીય ટીમના યુવા ખેલાડી શ્રેયસ ઐય્યર પણ જોવા મલ્યો હતો. બંને સાથે મળીને ખૂબ પરસેવો વહાવ્યો હતો. મુંબઇના બાન્દ્રામાં આયોજીત ઓલસ્ટાર્સ ફુટબોલ અભ્યાસ મેચ યોજાઇ હતી. જેમાં ફુટબોલ મેદાનમાં ધોની, ઐય્યર સાથે બોલીવુડ અભિનેતા રણવિર સિંહે (Ranveer Singh) પણ ખૂબ પરસેવો વહાવ્યો હતો. મુંબઇમાં કેટલીક ઓલ-સ્ટાર ફુટબોલ મેચ રમાતી  હોય છે. જેમાં ક્રિકેટર અને બોલીવુડ સ્ટાર ચેરીટી માટે રમતા હોય છે.

1 / 8
ધોની અને ઐય્યર 19 સપ્ટેમ્બર થી યુએઇમાં શરુ થનારી IPL 2021માં નજર આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ આગળની મેચોના કાર્યક્રમની ઘોષણા કરી છે. 27 દિવસના સમયગાળામાં બાકી રહેલી 31 મેચો રમાશે.

2 / 8
સમાચારો મુજબ ચેરીટી માટે રમવામાં આવેલી મેચમાં રણવીર અને ધોની એક જ ટીમનો હિસ્સો હતા. રણવીર સિંહ ધોનીનો ખૂબ મોટો પ્રશંસક છે. તે ધોનીને ગળે લગાવતો જોવા મળ્યો હતો. જેના બાદ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેણે ધોનીને પોતાના મોટા ભાઇ કહ્યા હતા. તેણે લખ્યુ હંમેસા મારા મોટા ભાઇ ના ચરણોમાં લખ્યુ હતુ.

3 / 8
IPL ને ફરી થી શરુ થવામાં બે મહિનાનો સમય છે. સાથે જ એમએસ ધોની ફુટબોલના સહારા થી ખુદને મેદાન પર એક્ટિવ રાખી રહી છે. રોહિત શર્માની આગેવાની વાળી ચેમ્પિયન મુંબઇ ઇન્ડીયન્સ IPL 2021ના બીજા તબક્કાની પ્રથમ મેચ ધોની ની ટીમ ચેન્નાઇ સુપક કિંગ્સ સામે થશે.

4 / 8
તસ્વીરમાં ધોની અને રણવીર બંને નિયોન ગ્રીન જર્સી પહેલા નજર આવી રહ્યા છે. બાદમાં રણવીરે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર બંનેની એક હ્રદય સ્પર્શી તસ્વીર શેર કરી હતી. જેમાં તેણે ધોનીને બિગ બ્રો કહ્યુ હતુ.

5 / 8
ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમે ગત વર્ષે ધોનીની આગેવાનીમાં નબળો દેખાવ કર્યો હતો. ગત વર્ષે ટીમ ધોની પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ માટે આમ પ્રથમ વાર થયુ હતુ.

6 / 8
IPL 2021માં ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ મજબૂતાઇ થી ઉભરી આવી છે. જે પ્રમાણે ટીમ ધોનીએ પ્રથમ હાલ્ફમાં રમત રમી દર્શાવી છે, એ જોતા આ વખતે ટીમ પ્લે ઓફમાં સામેલ થવા માટે પ્રબળ દાવેદાર છે.

7 / 8
મહેન્દ્રસિંહ ધોની ની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ અત્યાર સુધી IPLમાં ત્રણ વાર ટાઇટલ હાંસલ કરી ચુકી છે. ધોની IPLમાં થી પણ વિદાય લેતા પહેલા ફરી એકવાર ટાઇટલ જીતવા જરુર આશા રાખશે.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">