Ben Stokes એ 17 છગ્ગા ફટકારીને રચી દીધો ઈતિહાસ, કાઉન્ટી ક્રિકેટમાં પ્રથમ વાર જોવા મળી આવી ઈનીંગ!

બેન સ્ટોક્સે વર્સેસ્ટરશાયર સામે 161 રનની ઇનિંગ રમી હતી જેમાં તેણે માત્ર 88 બોલ રમ્યો હતો. સ્ટોક્સનો સ્ટ્રાઈક રેટ 182થી વધુ હતો, સ્ટોક્સે પોતાની તોફાની સદીની ઇનિંગ્સમાં 17 સિક્સર ફટકારી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 8:36 PM
ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન બનતાની સાથે જ બેન સ્ટોક્સે એવી ધમાકેદાર ઈનિંગ્સ રમી છે કે દુનિયા જોતી રહી ગઈ. ડરહામ તરફથી રમતા સ્ટોક્સે વર્સેસ્ટરશાયર સામે 161 રનની ઇનિંગ રમી હતી જેમાં તેણે માત્ર 88 બોલ રમ્યો હતો. સ્ટોક્સનો સ્ટ્રાઈક રેટ 182થી વધુ હતો.

1 / 5
બેન સ્ટોક્સે પોતાની તોફાની સદીની ઇનિંગ્સમાં 17 સિક્સર ફટકારી હતી. કાઉન્ટી ક્રિકેટમાં આ એક રેકોર્ડ છે. સ્ટોક્સ પહેલા આ રેકોર્ડ એન્ડ્ર્યુ સાયમન્ડ્સના નામે હતો જેણે 1995માં ગ્લેમોર્ગન સામે 16 સિક્સર ફટકારી હતી. ગ્રેહામ નેપિયરે પણ 2011માં સરે સામે 16 સિક્સ ફટકારી હતી.

2 / 5
બેન સ્ટોક્સ વર્સેસ્ટરશાયરના મેદાન પર અલગ અંદાજમાં રમવા આવ્યો હતો. આ ડાબા હાથના બેટ્સમેને માત્ર 64 બોલમાં સદી ફટકારી હતી અને આ દરમિયાન તે 6 બોલમાં 6 સિક્સર ફટકારી ચૂક્યો હતો.

3 / 5
બેન સ્ટોક્સે ડાબા હાથના સ્પિનર ​​જોશ બેકરની ઓવરમાં સતત પાંચ સિક્સર ફટકારી હતી. તે છેલ્લા બોલ પર માત્ર ચોગ્ગો જ ફટકારી શક્યો હતો. આ ઓવરમાં સ્ટોક્સે 34 રન બનાવ્યા હતા.

4 / 5
બેન સ્ટોક્સે વર્સેસ્ટરશાયર સામે 161 રન બનાવ્યા હતા. આ સિવાય ડેવિડ બેડિંગહામે 135 અને સીન ડિક્સને પણ 104 રન બનાવ્યા હતા. ડરહામની ટીમે પ્રથમ દાવમાં ત્રણ સદીના આધારે 580 રનનો સ્કોર કર્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">