Ben Stokes 5000 Runs: બેન સ્ટોક્સે 5000 ટેસ્ટ રન પુરા કરતા જ બન્યો ખૂબ જ ‘ખાસ’ ખેલાડી, જાણો શુ છે કારણ

બેન સ્ટોક્સે (Ben Stokes) વેસ્ટ ઈન્ડિઝ સામે બાર્બાડોસ ટેસ્ટમાં સદી ફટકારી, પાંચ હજાર ટેસ્ટ રન પૂરા કર્યા અને તેનું નામ મહાન ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 10:28 AM
વેસ્ટ ઈન્ડિઝ સામે બાર્બાડોસમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે બેન સ્ટોક્સે (Ben Stokes) શાનદાર સદી ફટકારી હતી. સ્ટોક્સે માત્ર 128 બોલમાં 120 રન બનાવ્યા જેમાં 6 છગ્ગા અને 11 ચોગ્ગા સામેલ હતા. સ્ટોક્સે માત્ર સદી જ નથી ફટકારી પરંતુ આ શાનદાર ઇનિંગ્સ દરમિયાન તે એવા દિગ્ગજોની યાદીમાં સામેલ થઈ ગયો, જેનું દરેક ઓલરાઉન્ડર સપનું જુએ છે.

1 / 6
બેન સ્ટોક્સે પણ બાર્બાડોસમાં સદી દરમિયાન પોતાના પાંચ હજાર ટેસ્ટ રન પૂરા કર્યા અને આ સાથે તે ટેસ્ટમાં 150થી વધુ વિકેટ અને પાંચ હજાર રન ધરાવનાર વિશ્વનો માત્ર પાંચમો ખેલાડી બન્યો. સ્ટોક્સના નામે ટેસ્ટમાં 170 વિકેટ છે અને તેણે 5005 રન પણ સ્પર્શી લીધો છે.

2 / 6
આ યાદીમાં ટોપ પર જેક્સ કાલિસ છે, જેના ટેસ્ટ ક્રિકેટમાં 13289 રન અને 292 વિકેટ છે. કાલિસે 166 ટેસ્ટ મેચ રમી છે અને તે આ રમતનો મહાન ખેલાડી છે.

3 / 6
વેસ્ટ ઈન્ડિઝના ગારફિલ્ડ સોબર્સે 93 ટેસ્ટ મેચમાં 8032 રન બનાવ્યા છે અને આ સાથે જ તેના નામે 235 વિકેટ છે.

4 / 6
ઈંગ્લેન્ડના મહાન ઓલરાઉન્ડર ઈયાન બોથમે 102 ટેસ્ટ મેચમાં 5200 રન બનાવ્યા છે. આ સિવાય તેના નામે 383 વિકેટ પણ છે.

5 / 6

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે 131 ટેસ્ટ મેચમાં 434 વિકેટ લીધી હતી અને બેટથી 5248 રન પણ બનાવ્યા હતા. હવે સ્ટોક્સે પણ આવું જ કર્યું છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">