અર્જુન તેંડુલકરનો જે ફોટો વાયરલ થઈ રહ્યો છે, તેમાં તે ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વેઈટ સાથે ફરી રહ્યો છે, આ ફોટો એક રેસ્ટોરન્ટનો છે, જ્યાં અર્જુન અને વેઈટ લંચ માટે પહોંચ્યા હતા. આ ફોટોને ડેનિયલ વેઈટે પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી
1 / 5
અર્જુન તેંડુલકર અને મહિલા ખેલાડીનો આ ફોટો લંડનની એક સોહો રેસ્ટોરન્ટનો છે. જ્યાં લંચમાં સચિન તેડુંલકર અનેક વ્યંજનનો સ્વાદ માણી રહ્યો છે, આ ફોટોમાં વેઈટ જોવા મળી રહી નથી, એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ફોટો મહિલા ખેલાડીએ જ ક્લિક કર્યો છે
2 / 5
તમને જણાવી દઈએ કે, ડેનિયલ અને અર્જુન બંન્ને સારા મિત્રો છો, જ્યારે પણ અર્જુન લંડનમાં હોય છે વેઈટ તેમની સાથે મુલાકાત થઈ જાય છે. આ પહેલા પણ બંન્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે
3 / 5
ટેસ્ટ વનડે અને ટી20 સીરિઝ રમવા માટે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પહોંચી છે, ભારતીય ખેલાડી સચિન તેંડુલકર પણ ઈંગ્લેન્ડ પહોંચી ચૂક્યો છે. ઈંગ્લેન્ડમાં તે ફરી રહ્યો છે. આ વચ્ચે માસ્ટર બ્લાસ્ટરના પુત્રનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક મહિલા ખેલાડી સાથે ફરી રહ્યો છે
4 / 5
ડેનિયલનો ફેવરિટ ક્રિકેટર વિરાટ કોહલી હતો, તેણે એક વખત વિરાટ કોહલીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતુ,ત્યારે તે પ્રથમ વખત લાઈમલાઈટમાં આવી હતી(All Photo from Instagram/Twitter)