ક્રિકેટ મેચમાં પ્રાણીઓને લઈને ખલેલ, સાપ, હાથી, ડુક્કર, શિયાળ, વાંદરાઓ પણ આવી ચૂક્યા છે ક્રિકેટના મેદાનમાં

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગુવાહાટીમાં રમાયેલી બીજી T20 મેચ દરમિયાન સાપ જોવા મળ્યો હતો. ક્રિકેટના મેદાનમાં આવા બિનઆમંત્રિત મહેમાનો ઘણી વખત જોવા મળ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2022 | 3:20 PM
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગુવાહાટીમાં રમાયેલી બીજી ટી20 મેચ દરમિયાન એવી ઘટના બની કે સૌ લોકોના શ્વાસ ઉંચા થઈ ગયા હતા. ત્યારે મેદાનમાં સાપ જોવા મળ્યો જ્યારે ભારતનો દાવ  7મી ઓવરમાં બેટિંગ દરમિયાન કેએલ રાહુલને સાપ જોવા મળ્યો હતો

1 / 7
સાપ જોવા મળ્યા બાદ ભારત અને સાઉથ આફ્રિકાની મેચ થોડા સમય માટે રોકવામાં આવ્યો હતો. ક્રિકેટના મેદાન પર આવી રીતે મહેમાનો અનેક વખત આવી ચઢ્યા છે. ક્યારેક ડુક્કર, વાંદરો તો ક્યારેક હાથી પણ મેદાનમાં આવી ચડ્યા હતા.

2 / 7
કુતરાઓનો મેદાન પર પ્રવેશ સામાન્ય થઈ ગયો છે ગત્ત વર્ષ સપ્ટેમ્બરમાં ઓલ આયરલેન્ડ મહિલા ટી20 વર્લ્ડ કપમાં કુતરો બોલ લઈ છુ થયો હતો. ત્યારબાદ ખેલાડીઓએ કુતરાના મોઢામાંથી બોલ  લીધો હતો.

3 / 7
 ક્રિકેટના મેદાન પર શિયાળ પ્રવેશવાની ઘટના પણ બની ચૂકી છે જૂન 1982માં વારવિકશર અને કૈંટ વચ્ચે રમાયેલી જોન પ્લેયર લીગની મેચ દરમિયાન શિયાળ મેદાનમાં પ્રવેશ્યું હતુ. શિયાળ પૂર્વ ઈંગ્લિશ ક્રિકેટર ડેરેક અંડરવુડની પાછળ દોડ્યુ હતુ (ફોટો એએફપી)

4 / 7
પુણેમાં ડિસેમ્બર મહિનામાં 1951માં મહારાષ્ટ્ર વિરુદ્ધ એમસીસી ટૂર મેચ દરમિયાન એક વાંદરો મેદાનમાં આવી ચડ્યો હતો અને મિડવિકેટ પર જઈ બેઠો હતો. 2014માં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન એક વાદંરો મેદાનમાં આવી ચડ્યો હતો.

5 / 7
2014માં ઈંગ્લેન્ડમાં રમાયેલી એક મેચ દરમિયાન 2 ડુક્કર મેદાનમાં આવ્યા હતા.

6 / 7
ભારતે 1971માં પ્રથમ ટેસ્ટ જીતી હતી. ઈંગ્લેન્ડ સામેની ઓવલ ટેસ્ટના ચોથા દિવસે હાથી મેદાનમાં જોવા મળ્યો હતો.  ભારતીય ચાહકો ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહ્યા હતા અને તેઓએ ત્યાં હાથીની વ્યવસ્થા કરી હતી, જેને લંચના સમય દરમિયાન મેદાનમાં લાવવામાં આવ્યો હતો.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">