કોરોના પાસપોર્ટ : શું છે અને કેવી રીતે ઉપયોગી બનશે ? જાણો

Corona Passport : ક્રિકેટ મેચ જોવા જવું છે કે પછી ફુટબોલની મેચ જોવા જવું છે ? અથવા કોઈ ખાસ દેશમાં ફરવા જવું છે ? તો આવનાર દિવસોમાં આવા બધા કામ માટે "કોરોના પાસપોર્ટ" નામનો એક ડોક્યુમેન્ટ ( દસ્તાવેજ ) સાથે રાખવાનો નિયમ લાગુ કરવામાં આવે તેવી સંભાવના છે.

  • Tv9 Webdesk21
  • Published On - 14:17 PM, 16 Apr 2021
1/4
અમેરિકાના અનેક રાજ્યોને આદેશ આપવામાં આવ્યો છે કે, આ પ્રકારનો કોરોના પાસપોર્ટની સુવિધા શરૂ કરાય. જેથી મુસાફરે કોરોનાની રસી લીધી છે કે નહી તે જાણી શકાય, તેમના કોરોના પરિક્ષણના રિપોર્ટ પણ તેમાંથી જાણી શકાય. પરંતુ કેટલાક તજજ્ઞોનું કહેવુ છે કે, આ નિયમ વિરુધ્ધ છે. કોરોનાની રસી અંગેની જાણકારી જાહેર કરવી ગુન્હો બને છે. આ પ્રકારની દસ્તાવેજોથી લોકોની ગુપ્તતાનો ભંગ થશે અને સલામતી પણ જોખમાશે.
2/4
કોરોના પાસપોર્ટ ખરેખર તો કોરોના રસીકરણનું પ્રમાણ પત્ર અથવા તો કોરોના નેગેટીવ હોવાનો રીપોર્ટ હોવાનું અનુમાન છે.
3/4
આ પ્રકારની સુવિધાથી શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ, શોપિંગ સ્ટોર્સમાં ગ્રાહકો પાછા ફરશે. કોરોનાના સંક્રમણને રોકવામાં મદદ મળશે
4/4
નિષ્ણાંતોના માટે આ પ્રકારનાં પ્રમાણપત્ર પર વિશ્વભરમાં કામ શરૂ થઈ ગયું છે. તેઓ માને છે કે આ શાળા થી લઈને વ્યાપાર જગતને ફરી ધમધમતા કરવમાં મદદ મળશે,