Knowledge : અરે આ શું..! તમે ક્યારેય એવો છોડ જોયો છે, જેના પાંદડા પર ‘માણસના હોઠ’ ઉગે છે, જુઓ PHOTOS

કોનોફાઈટમ પૈગી (Conophytum pageae) નામનો આ છોડ મૂળ દક્ષિણ આફ્રિકાના (South Africa) નામીબિયામાં જોવા મળે છે. તેઓ થડ વગર જ કૈક્ટસની જેમ, તેઓ કાંકરા અને પથ્થરોમાં પણ ઉગે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 2:41 PM

આજ સુધી તમે ઘણા પ્રકારના વિચિત્ર છોડ જોયા હશે, પરંતુ આજે અમે તમને જે છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેના વિશે જાણીને તમે પણ દંગ રહી જશો. વાસ્તવમાં, આ છોડ પર ઉગેલા પાંદડા બિલકુલ માનવ હોઠ જેવા દેખાય છે. આ છોડનું નામ કોનોફાઈટમ છે, જેના પાંદડા રસાળ અને આકારમાં ગોળાકાર હોય છે. તેના પાંદડાઓનો રંગ અને આકાર સ્ત્રીઓના હોઠ જેવો હોય છે. આ પ્લાન્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ થયેલી તસવીરો જોઈને દરેક લોકો આશ્ચર્યમાં છે.

1 / 5
આ છોડ મૂળ રૂપથી દક્ષિણ આફ્રિકાના નામિબિયામાં જોવા મળે છે. તેમની વિશેષતા એ છે કે તે દાંડી વગરના છોડ છે અને કૈક્ટસની જેમ, કાંકરા  અને પથ્થરોમાં ઉગે છે. તેના પાંદડા ગોળાકાર, અંડાકાર અથવા શંકુ આકારના હોય છે. સામાન્ય રીતે તેઓ રસદાર અને એકસાથે બે જ ઉગે છે.

2 / 5
કોનોફાઈટમની ઘણી પ્રજાતિઓ છે, જેમાંથી એક કોનોફાઈટમ પૈગી (Conophytum Pageae) છે. તેના પાંદડાઓની મધ્યમાં જે આકાર બને છે તે માનવ હોઠના કદ જેટલો છે. જો તસવીરોમાં માત્ર હોઠ જ બતાવવામાં આવે તો એક ક્ષણ માટે કોઈ ભૂલથી તેને સ્ત્રીના હોઠ સમજી લેશે.

3 / 5
કોનોફાઈટમ પૈગી કુદરત દ્વારા બનાવેલી અનોખી રચના છે. એમ કહેવું ખોટું નહીં હોય. આ છોડના પાંદડા માનવ હોઠ જેવા દેખાય છે. આ સાથે તેનો રંગ પણ ગુલાબી છે, જેને જોઈને તમને એવું લાગશે કે જાણે કોઈએ લિપસ્ટિક લગાવી હોય. આ છોડ સામાન્ય રીતે શંકુ છોડ, ડમ્પલિંગ, બટન પ્લાન્ટ, લિપ પ્લાન્ટ અને બટ પ્લાન્ટ તરીકે ઓળખાય છે.

4 / 5
તાજેતરમાં, જ્યારે કોનોફાઇટમ પૈગીની કેટલીક તસવીરો ટ્વિટર પર શેર કરવામાં આવી, ત્યારે લોકો તેને જોઈને દંગ રહી ગયા. આ અનોખા છોડને જોઈને કેટલાક લોકો વિચારી રહ્યા છે કે, આવું કેવી રીતે થઈ શકે. થોડાં વર્ષો પહેલા, થાઇલેન્ડમાં આવા અનોખા વૃક્ષે લોકોનું ધ્યાન ખેંચ્યું, જેના થડ પર સ્ત્રી જેવું ફળ ઉગે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">