આવતીકાલે થશે રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર, છેલ્લા 42 દિવસથી વધુ વેન્ટિલેટર પર હતા

રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે દિલ્હી AIIMSમાં નિધન થયુ છે. 10 ઓગસ્ટે તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. જે પછી આજે તેમનું નિધન થયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 1:39 PM
રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 42 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. લાંબા સમયથી વેન્ટિલેટર પર હોવા છતાં, પરિવાર અને ડોકટરોને આશા હતી કે તે સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે, પરંતુ તે હવે આપણી વચ્ચે નથી

1 / 6
રાજુ શ્રીવાસ્તવ તેમની કોમેડી માટે ખૂબ જાણીતા હતા. તેઓ તેમની કોમેડીથી લોકોને હસાવી હસાવીને લોટપોટ કરી દેતા હતા. તેમણે અત્યાર સુધીમાં અનેક કોમેડી શો કરેલા છે.બાળપણથી જ કોમેડિયન બનવાનું સપનુ જોતા રાજુ શ્રીવાસ્તવે અંતે કોમેડીને જ પોતાનું કરિયર બનાવી દીધુ હતુ.

2 / 6
રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુરમાં થયો હતો. તે એક મધ્યમવર્ગીય પરિવારમાંથી હતા. તેમના પિતાનું નામ રમેશચંદ્ર શ્રીવાસ્તવ હતું, જેઓ કવિ હતા. લોકો તેમના પિતાને ‘બલાઈ કાકા’ કહીને બોલાવતા હતા.

3 / 6
રાજુ શ્રીવાસ્તવ નાનપણથી જ કોમેડિયન બનવા માંગતા હતા કારણ કે તેમની મિમિક્રી સેન્સ ખૂબ સારી હતી. રાજુ શ્રીવાસ્તવે 1 જુલાઈ 1993ના રોજ શિખા સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો અંતરા અને આયુષ્માન છે. તેમણે કોમેડીથી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પરફોર્મન્સ આપ્યું છે.

4 / 6
 તેમણે સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં ભાગ લીધો અને સેકન્ડ રનર-અપ બન્યો, ત્યારે તેમની ખ્યાતિ થોડી વધી ગઈ હતી. તેને ‘ધ કિંગ ઓફ કોમેડી’નું બિરુદ આપવામાં આવ્યું.રાજુ શ્રીવાસ્તવે ‘બિગ બોસ’ અને ‘બિગ બ્રધર’માં પણ ભાગ લીધો હતો.

5 / 6
આ સિવાય તેઓ ‘નચ બલિયે-6’માં પણ તેમની પત્ની શિખા સાથે જોવા મળ્યા હતા. તેઓ ‘કોમેડી કા મહામુકાબલા’માં પણ જોવા મળ્યા હતા

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">