Gujarati NewsPhoto galleryCM Bhupendra Patel got Certified Municipal Green Bond of Surat Municipal Corporation listed by ringing bell at Mumbai National Stock Exchange
મુંબઈ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં બેલ રીંગિંગ કરીને CM ભૂપેન્દ્ર પટેલે, સુરત મહાનગરપાલિકાના સર્ટિફાઇડ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું લીસ્ટિંગ કરાવ્યું
સુરત મહાનગરપાલિકા દ્વારા રૂા. 200 કરોડના લીસ્ટેડ, ટેક્ષેબલ, રીડીમેબલ, સીકયોર્ડ નોન કન્વર્ટીબલ મ્યુનિસિપલ બોડ ડીબેન્ચર સ્વરૂપે ઇસ્યુ બહાર પાડવામાં આવ્યા. ગ્રીન બોન્ડ 200 કરોડની ડીમાન્ડ સામે 800 કરોડ રૂપિયાનું ભરણું થયું છે. રીટેલ સેકટરમાં મહાપાલિકા દ્વારા કુલ બોન્ડના 15 ટકા લેખે 30 કરોડ રૂપિયાના ફાળવવા ઓફર મંગાવવામાં આવી હતી.
આ ગ્રીન બોન્ડ તા. 6-10-2025 ના રોજ ખુલ્યા હતા. અને તા. 9-10-2025 ના રોજ બંધ થાય હતા. આ સમયગાળા દરમિયાન સુરત મહાનગરપાલિકાના ગ્રીન બોન્ડ 200 કરોડની ડીમાન્ડ સામે 800 કરોડ રૂપિયાનું ભરણું થયું છે. જેથી ડ્રો સીસ્ટમથી બોન્ડની ફાળવણી થશે. રીટેલ સેકટરમાં મહાપાલિકા દ્વારા કુલ બોન્ડના 15 ટકા લેખે 30 કરોડ રૂપિયાના ફાળવવા ઓફર મંગાવવામાં આવી હતી.
5 / 5
દેશમાં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય સર્ટિફાઇડ ગ્રીન બોન્ડ સુરત મહાનગરપલિકા લાવ્યું છે. ગ્રીન બોન્ડના માધ્યમથી એકત્ર થનારી રકમ પર્યાવરણનું જતન કરવા સાથે ગ્રીન એનર્જીને લગતા પ્રોજેકટના રિસોર્સ માટે ખર્ચ કરવામાં આવશે.