Year Ender 2022 : ભારતી સિંહથી લઈને બિપાશા બાસુ સુધી, આ સેલિબ્રિટીના ઘરે ગુંજી કિલકારીઓ

Year Ender 2022 : વર્ષ 2022 ઘણા બોલિવૂડ અને ટીવી સ્ટાર્સના ઘરોમાં ખુશીઓ લઈને આવ્યું છે. આ ખુશી તેની ફિલ્મ કે ટીવી શો સુપરહિટ થવાને કારણે નહોતી, પરંતુ અંગત જીવનમાં તેને માતા-પિતા બનવાનું સન્માન મળ્યું હતું. આ વર્ષે, આવા ઘણા સેલેબ્સ પેરેન્ટ્સ બન્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2022 | 1:00 PM
ભારતી સિંહે તેની ગર્ભાવસ્થા દરમિયાન કામ કર્યું અને એપ્રિલમાં તેણે એક છોકરાને જન્મ આપ્યો. ભારતી અને હર્ષે તેમના યુટ્યુબ બ્લોગ દ્વારા ઘણી વખત તેમના પુત્રની ઝલક બતાવી છે.

1 / 8

સોનમ કપૂર અને આનંદ આહુજાના માતા-પિતા બનવાના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. સોનમ કપૂરે પુત્ર વાયુને જન્મ આપ્યો છે. હાલમાં સોનમનું સંપૂર્ણ ધ્યાન માત્ર તેના બાળક પર છે.

2 / 8
આલિયા ભટ્ટે વર્ષ 2022માં એપ્રિલ મહિનામાં લગ્ન કર્યા હતા. બંનેએ નવેમ્બરમાં દીકરી રાહાનું ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું.

3 / 8
પ્રિયંકા ચોપરા સરોગસીથી માતા બની છે. 100 દિવસથી વધુ સમય હોસ્પિટલમાં રહ્યા બાદ તેમની પુત્રી માલતી મેરી ઘરે આવી હતી.

4 / 8
બિપાશાએ માતા બનવાની ખુશી ઈન્સ્ટાગ્રામ દ્વારા શેર કરી હતી. બેબી બમ્પના ફોટોશૂટની ઝલક પણ જોવા મળી હતી. નવેમ્બરમાં બિપાશા અને કરણ સિંહ ગ્રોવરને ઘરે એક પુત્રીનો જન્મ થયો હતો.

5 / 8
કુંડળી ભાગ્ય ફેમ અભિનેતા ધીરજ ધૂપર અને વિન્ની અરોરા તેમના જીવનનો સૌથી મોટો આનંદ શેર કરીને બંનેએ જણાવ્યું કે, તેઓ ઓગસ્ટમાં માતા-પિતા બન્યા હતા. બંનેના ઘરે પુત્રનો જન્મ થયો છે.

6 / 8
ટીવીના રામ અને સીતાના ઘરે એક જ વર્ષે બે બાળકોનો જન્મ થયો હતો. ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીને એપ્રિલમાં પુત્રીનો જન્મ થયો હતો. આ પછી દેબિનાએ નવેમ્બરમાં સી સેક્શનથી બીજી દીકરીને જન્મ આપ્યો હતો.

7 / 8
ટીવી શો 'કુમકુમ ભાગ્ય'માં જોવા મળેલી પૂજા બેનર્જી હવે માતા બની ગઈ છે. તેણે ખૂબ જ સુંદર નાનકડી પરીને જન્મ આપ્યો છે.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">