‘છોટુ ભૈયાએ ક્રિકેટ રમવું જોઈએ’, ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત વચ્ચે વાર-પલટવારની ગેમ યથાવત

ભારતીય ક્રિકેટર ઋષભ પંત અને ઉર્વશી રૌતેલા વચ્ચે વિવાદ વધી રહ્યો છે. પંતે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને ઉર્વશીનું નામ લીધા વિના પીછો છોડવાની અપીલ કરી હતી. હવે ઉર્વશીએ પણ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. આમાં પણ તેણે પંતનું નામ લીધા વિના તેને જવાબ આપ્યો છે.

Aug 12, 2022 | 10:04 AM
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Aug 12, 2022 | 10:04 AM

બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને ભારતીય ક્રિકેટર ઋષભ પંત વચ્ચે વિવાદ સામે આવ્યો છે. ઈન્ટરનેટ પર અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોંમાં ઉર્વશીએ મિસ્ટર  RPનું નામ લઈ સ્ટોરી કહી છે. ત્યારબાદ ઋષભ પંતે સોશિયલ મીડિયા પર સ્ટોરી પોસ્ટ કરી રૌતેલાને જવાબ આપ્યો છે.

1 / 5
ક્રિકેટર ઋષભ પંતની પ્રતિક્રિયા બાદ ઉર્વશી રૌતેલાએ પલટવાર કર્યો છે, તેમણે ઈન્સ્ટ્રાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે,'છોટુ ભૈયાએ ક્રિકેટ રમવું જોઈએ'હું મુન્ની નથી, ફક્ત તમારા માટે બદનામ થવા માટે. રક્ષાબંધનની શુભકામનાઓ આરપી છોટે ભૈયા.

2 / 5
આ પહેલા ઉર્વશીએ એક ઈન્ટરવ્યું આપ્યું હતુ, જેમાં ઋષભ પંતની વાત હોવાનું જાણવા મળી રહ્યો છે.તેણે કહ્યું- હું એકવાર વારાણસીથી દિલ્હી શૂટિંગ માટે આવી હતી, ત્યારે 'મિસ્ટર આરપી' મળવા આવ્યા હતા. તે લોબીમાં રાહ જોતો હતો, પણ હું સૂઈ ગઈ. વારાણસીમાં આખો દિવસ શૂટિંગ કર્યા પછી મારે રાત્રે દિલ્હીમાં શૂટિંગ કરવાનું હતું.

3 / 5
તેણે આગળ કહ્યું- હું શૂટિંગ પછી સૂઈ ગઈ. આમાં 10 કલાક વીતી ગયા.  આરપી મને કૉલ કરતા રહ્યા. મને આ વિશે પછીથી ખબર પડી. મારા ફોનમાં 17 મિસ્ડ કોલ હતા. મેં તેને એમ પણ કહ્યું કે  મુંબઈ આવો ત્યારે મળીશું. ત્યારપછી અમે મુંબઈમાં પણ મળ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં વાત મીડિયામાં આવી ગઈ હતી. જોકે, ઉર્વશીએ  આરપીનું પૂરું નામ જાહેર કર્યું નથી.

4 / 5
આ પહેલા ઋષભ પંતે પણ ઉર્વશી વિશે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું- કેટલાંક લોકો નામ, ખ્યાતિ, લોકપ્રિયતા અને હેડલાઇન મેળવવા માટે ઇન્ટરવ્યુમાં કેવી રીતે જૂઠ બોલે છે. લોકો કેવી રીતે નામ અને પ્રસિદ્ધિના ભૂખ્યા છે તે જોઈને દુઃખ થાય છે. ભગવાન તેમનું ભલું કરે

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati