આ 11 સાઉથ ફિલ્મોની હિન્દી રિમેક પર ટકેલું છે બોલિવૂડનું ભવિષ્ય, સલમાનથી અક્ષય દરેક રિમેકની દોડમાં

બોલિવૂડમાં અઢળક એવી ફિલ્મો છે જે સાઉથ સિનેમાની રીમેક હોય. બોલિવૂડે રીમેક ફિલ્મોથી કરોડોનો બિઝનેસ કર્યો છે. વોન્ટેડ, સિંઘમ, કબીર સિંહ, હેલ્લો બ્રધર, જુડવા, દૃશ્યમ, ભૂલભુલૈયા, લક્ષ્મી, રેડ્ડી, બોડીગાર્ડ, રાઉડી રાઠોડ, જેવી અનેક હીટ ફિલ્મો રીમેક હતી. ચાલો આજે તમને આવનારી રીમેકનું લીસ્ટ જણાવીએ.

1/11
અહેવાલ છે કે બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ 2005 ની સુપરહિટ તમિલ ફિલ્મ 'અપરિચિત' ની હિન્દી રિમેકમાં જોવા મળશે. શંકર અને જયંતીલાલ ગડાએ એપ્રિલ 2021 માં તેની રિમેકની જાહેરાત કરી હતી.

2/11
લાંબા સમયથી બોલિવૂડમાં ચર્ચામાં છે કે 'વિક્રમ વેધા'ની રિમેકમાં સૈફ અલી ખાન અને ઋતિક રોશન જોવા મળશે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ફિલ્મના શૂટિંગ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. સાઉથની ફિલ્મમાં આર માધવન અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં હતા.

3/11
લોકેશ કનાગરાજ દ્વારા નિર્દેશિત થલાપથી વિજય અને વિજય સેતુપતિ સ્ટારર ફિલ્મ માસ્ટરની હિન્દી રિમેક માટે ચર્ચા ચાલી રહી છે. અફવાઓ છે કે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન તેની હિન્દી રિમેકમાં જોવા મળી શકે છે.

4/11
અજય દેવગનને કૈથી ફિલ્મની હિન્દી રિમેકમાં જોવા માટે ચાહકો પણ ઉત્સાહિત છે. લાંબા સમય બાદ અજય મોટા પડદા પર આવશે.

5/11
તેલુગુ ફિલ્મ જર્સીની બોલિવૂડ રિમેકમાં શાહિદ કપૂર જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે મૃણાલ ઠાકુર પણ જોવા મળશે. શાહિદ કપૂર એક ક્રિકેટરની મુખ્ય ભૂમિકા ભજવશે.

6/11
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો રત્સાસનની હિન્દી રીમેક માટે નિર્માતાઓએ અક્ષય કુમાર અને રકુલપ્રીત સિંહની જોડીને પસંદ કરી છે.

7/11
હીટ ફિલ્મ 2020 માં રિલીઝ થઈ હતી અને તે એક મોટી બ્લોકબસ્ટર હતી. આ ફિલ્મની ટૂંક સમયમાં હિન્દી રિમેક બનશે, જેમાં રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકા ભજવશે

8/11
કાર્તિક આર્યન અલ્લુ અર્જુન અભિનીત અલા વૈકુંઠપુરમુલુ ફિલ્મની હિન્દી રિમેકમાં મુખ્ય ભૂમિકામાં દેખાઈ શકે છે. નિર્માતાઓ ફિલ્મની વાર્તા અને પટકથા પર કામ કરી રહ્યા છે.

9/11
આદિત્ય રોય કપૂર અને મૃણાલ ઠાકુર તમિલ સુપરહિટ ફિલ્મ થાડમની (Thadam) હિન્દી રિમેકમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દર્શકો પણ આ તાજી જોડી ઓનસ્ક્રીન જોવા માટે આતુર છે.

10/11
ધુરુવંગલ પથીનારૂ ફિલ્મનું નામ બદલીને 'સનકી' કરવામાં આવ્યું છે. જે હિન્દી રીમેક હશે. ફિલ્મમાં વરુણ ધવન અને પરિણીતી ચોપરા જોવા મળશે.

11/11
'સોરારઈ પોટ્રૂ' એક વાસ્તવિક જીવનની ફિલ્મ છે, જેણે ઓસ્કર 2020 ની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. એવા અહેવાલો હતા કે ફિલ્મની હિન્દી રિમેકમાં જોન અબ્રાહમ અને ઋતિક રોશન જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જો કે જોન અને હૃતિક નહીં પરંતુ અક્ષય કુમાર ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે એવા પણ અહેવાલ છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati