
ઈન્સ્ટાગ્રામ પર જૂના આઈફોનને લઈ પુછેલા અનેક સવાલો પર શોએબે કહ્યું ,આ સવાલ મને અનેક લોકો પુછી રહ્યા છે. હું આ વાત બ્લોગમાં પણ કહેવા માંગુ છું. પરંતુ ભુલી ગયો.

દર વખતે હું નવો આઈફોન ખરીદું છું.ત્યારે હું મારો જૂનો ફોન એક્સચેન્જ કરું છું. નવા ફોનની કિંમત તેની કિંમત જેટલી ઓછી થાય છે. બાકીની રકમ આપી હું નવો આઇફોન ખરીદું છું. હું દર વખતે આ કરું છું."

આઈફોન ખુબ મોંઘો આવે છે. ત્યારે અનેક વખત લોકોને આ સવાલ પુછવામાં આવે છે કે, આટલો મોંઘો ફોન કેમ ખરીદે છે. આ સવાલ શોએબને પણ કરવામાં આવ્યો હતો. આના પર તેમણે કહ્યું કે, આ મારા માટે સારો છે. આઈફોન એક એવી વસ્તુ છે. જેને ન લેવો હોય તે ન લે હું દર વર્ષે ખરીદું છું.