બ્રહ્માસ્ત્ર પહેલા આ ફિલ્મો પર લગાવવામાં આવ્યો હતો કરોડોનો દાવ, જાણો કોણે કેટલી કમાણી કરી હતી

બ્રહ્માસ્ત્ર (Brahmastra) પહેલા ભારતમાં ભૂતકાળમાં ઘણી મોંઘી ફિલ્મો રિલીઝ થઈ છે. તો ચાલો જાણીએ દેશની સૌથી મોંઘી ફિલ્મો અને તે ફિલ્મોના બોક્સ ઓફિસ પર્ફોર્મન્સ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2022 | 2:48 PM
બ્રહ્માસ્ત્ર - અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર લાંબી રાહ જોયા બાદ આખરે થિયેટરોમાં રિલીઝ થઈ છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર આ ફિલ્મ લાંબા સમયથી રિલીઝ થવાની રાહ જોવાય રહી હતી. ફેન્સમાં આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા હતી. પરંતુ રિલીઝ થયા બાદ ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. 10 વર્ષમાં બનેલી આ ફિલ્મ માટે મેકર્સે બિગ બજેટનો ઉપયોગ કર્યો છે. 410 કરોડના બજેટ સાથે બનેલી આ દેશની ત્રીજી મોંઘી અને બોલિવૂડની પહેલી ફિલ્મ છે.

1 / 6
2.0 - વર્ષ 2018માં આવેલી ફિલ્મ 2.0 ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મ 543 કરોડ રૂપિયાના મોટા બજેટમાં બની હતી. સાઉથ સુપરસ્ટાર રજનીકાંત અને બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર સ્ટારર આ ફિલ્મ સાયન્સ ફિક્શન ફિલ્મ હતી. ટેક્નોલોજી અને વીએફએક્સના શાનદાર ઉપયોગને કારણે આ ફિલ્મ ઘણી મોંઘી બની હતી. જો ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 618 કરોડની કમાણી કરી હતી.

2 / 6
સાહો - બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલીથી દેશભરમાં લોકપ્રિય બનેલા એક્ટર પ્રભાસે વર્ષ 2019માં ફિલ્મ સાહોથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. 350 કરોડના મોટા બજેટ સાથે બનેલી આ ફિલ્મને દર્શકોએ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી ન હતી. તેની સાથે પ્રભાસનું બોલિવૂડ ડેબ્યૂ પણ ફ્લોપ સાબિત થયું હતું. કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર 432 કરોડની જ કમાણી કરી હતી.

3 / 6
RRR

RRR

4 / 6
ઠગ્સ ઓફ હિન્દુસ્તાન - બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. 310 કરોડના બજેટ સાથે બનેલી આ મલ્ટીસ્ટારર ફિલ્મ સૌથી મોટી ફ્લોપ સાબિત થઈ. કેટરિના કૈફ, અમિતાભ બચ્ચન જેવા કલાકારોથી સજેલી આ ફિલ્મને દર્શકોએ નકારી કાઢી હતી.

5 / 6
રાધે શ્યામ - આ વર્ષે માર્ચમાં રીલિઝ થયેલી એક્ટર પ્રભાસની બીજી ફિલ્મ રાધે શ્યામ પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ. 300 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મને પણ દર્શકો તરફથી બહુ પ્રતિસાદ મળ્યો નથી. આ જ કારણ હતું કે સાહો પછી આ એક્ટરની ફિલ્મ પણ ફ્લોપ સાબિત થઈ હતી. પ્રભાસ અને પૂજા હેગડે સ્ટારર આ ફિલ્મે દુનિયાભરમાં માત્ર 156 કરોડની કમાણી કરી હતી.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">