
સારા ખાને જણાવ્યું કે, તેની અને કૃષ પાઠકની મુલાકાત એક ડેટિંગ એપ પર થઈ હતી. કૃષનો ફોટો જોતા જ તેને કનેક્શન બની શકે તેવું લાગ્યું હતુ. ચેટિંગ શરુ થઈ અને ત્યારબાદ મુલાકાત થઈ અને બંન્નેએ એક મ્યુઝિક આલ્બમમાં સાથે કામ પણ કર્યું છે.

અભિનેતા-પ્રોડ્યુસર કૃષ પાઠકે આ સંબંધને મોર્ડન જેન જીની લવ સ્ટોરી કહી છે. કૃષે કહ્યું કે, બંન્ને પોતાના છેલ્લા બ્રેકઅપમાંથી બહાર નીકળી રહ્યા હતા. કૃષે જણાવ્યું કે, તેનો ઉછેર સિંગલ મધરે કર્યો છે. આ માટે સારે સાથે મુલાકાત કરતા પહેલા તેમણે ક્યારેય લગ્ન વિશે વિચાર્યું ન હતુ.

સારા ખાને જણાવ્યું કે, કોર્ટ મેરેજ થઈ ગયા છે અને કપલ ડિસેમ્બરમાં ઈન્ડસ્ટ્રીના મિત્રો સાથે અને પરિવાર માટે એક લગ્નની પાર્ટી અને રિસેપ્શન રાખવાની તૈયારી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા 2010માં બિગ બોસ 4ના ઘરમાં અલી મર્ચેટ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બંન્નેના આ સંબંધો માત્ર એક જ વર્ષ બાદ અલગ થયા હતા. 2011માં છુટાછેડા થયા હતા.