Sara Ali Khan Birthday Special : 8 વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાની હતી ઈચ્છા, ‘કેદારનાથ’થી કર્યું ડેબ્યૂ

સારાએ (Sara Ali Khan Birthday) એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, પપ્પા સૈફ અલી ખાન (Saif Ali Khan) એ વાતને લઈને ખૂબ જ ખાસ હતા કે બોલિવૂડમાં આવતા પહેલા તેણે પોતાનું શિક્ષણ પૂરું કરવું જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 7:23 AM
સારા અલી ખાન (Sara Ali Khan) બોલીવુડ અભિનેત્રી છે. તે 4 વર્ષની ઉંમરે ગીતો ગાતી હતી, જેનો ઉલ્લેખ તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. સારા અલી ખાનને 8 વર્ષની ઉંમરે સમજાયું કે, તે તેના પિતાની જેમ અભિનેતા બનવા માંગે છે અને તેણે 16 વર્ષની ઉંમરે તેને પ્રથમ ફિલ્મ કરી હતી. વર્ષ 2018માં તેણે ફિલ્મ 'કેદારનાથ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આજે સારા અલી ખાનનો 27મો જન્મદિવસ છે.

1 / 7
સારા અલી ખાનના પિતાનું નામ સૈફ અલી ખાન છે, જે પોતે પણ બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારોમાંના એક છે અને તેની માતા અમૃતા સિંહ પણ બોલિવૂડ અભિનેત્રી છે. તેમની દાદી શર્મિલા ટાગોર બી જૂના સમયની હિરોઈન હતી. સારા અલી ખાનનો જન્મ 12 ઓગસ્ટ 1995ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો.

2 / 7
સારા અલી ખાનના માતા-પિતાએ વર્ષ 2004માં છૂટાછેડા લીધા હતા. હવે સારા અલી ખાનની સાવકી માતા કરીના કપૂર ખાન છે, જેને સારા તેની મિત્ર માને છે. બંને વચ્ચેના સંબંધો હંમેશા સારા રહ્યા છે. સારા અલી ખાનને ઈબ્રાહીમ અલી ખાન નામનો ભાઈ છે અને તેના સાવકા ભાઈઓ તૈમુર અલી ખાન અને જેહ અલી ખાન છે.

3 / 7
સારા અલી ખાને વર્ષ 2016માં ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. સારાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, પપ્પા સૈફ અલી ખાન એ વાતને લઈને ખૂબ જ પર્ટિક્યુલર હતા કે, બોલિવૂડમાં આવતા પહેલા તેણે પોતાનું શિક્ષણ પૂરું કરવું જોઈએ. સારાએ પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ બોલિવૂડ ફિલ્મ 'કેદારનાથ'થી ડેબ્યુ કર્યું હતું.

4 / 7
આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યો હતો. આ ફિલ્મ માટે સારા અલી ખાનને બેસ્ટ ફિમેલ ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પછી સારા અલી ખાને પાછું વળીને જોયું નથી. આ ફિલ્મ પછી તેણે રણવીર સિંહ સાથે 'સિમ્બા'માં કામ કર્યું. આ પછી તેણે અક્ષય કુમાર સાથે ફિલ્મ 'અતરંગી રે'માં પણ કામ કર્યું છે.

5 / 7
સારા અલી ખાન પણ તેની માતા સાથે 'હેલો' મેગેઝીનના કવર પેજ પર જોવા મળી છે. આ સિવાય તે આ દિવસોમાં 'મામા અર્થ'ની જાહેરાતમાં તેની માતા અમૃતા સિંહ સાથે પણ જોવા મળી રહી છે. આ મેગેઝીન સામે આવ્યા બાદ સારાને મોડલિંગની ઘણી ઓફર મળવા લાગી પરંતુ અભ્યાસને કારણે તેણે આ કામો સ્વીકાર્યા નહીં.

6 / 7
ઘણા ઓછા લોકો જાણે છે કે સારા અલી ખાન શરૂઆતમાં કરણ જોહરની ફિલ્મમાં કામ કરવા જઈ રહી હતી. આ ફિલ્મ 'ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ' પુસ્તક પર આધારિત હતી. પરંતુ કેટલાક કારણોસર આ ફિલ્મ બની શકી નથી. આ પછી સારાને પ્રખ્યાત નિર્દેશક અનિલ શર્માના પુત્ર ઉત્કર્ષ સાથે 'જીનિયસ'માં અભિનય માટે પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે, સારાએ આ ફિલ્મમાં કામ કર્યું નથી.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">