માત્ર રણવીર સિંહ જ નહીં, પરંતુ આ બોલિવૂડ સ્ટાર્સ છે કરોડોના ઘરના માલિક

રણવીર સિંહ (Ranveer Singh) એકમાત્ર એવો એક્ટર નથી, જેણે કરોડોની કિંમતનો બંગલો ખરીદ્યો છે. તેની પહેલા પણ ઘણા સેલિબ્રિટી આ કરી ચુક્યા છે. આવી સ્થિતિમાં તમને બોલીવુડ સ્ટાર્સના સૌથી મોંઘા ઘર બતાવી રહ્યા છીએ.

Jul 12, 2022 | 9:17 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Jul 12, 2022 | 9:17 PM

રણવીર સિંહ પોતાના નવા ઘરને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ મુજબ રણવીરે 119 કરોડ રૂપિયાનો આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. મુંબઈના બાંદ્રામાં આવેલા આ ઘર સાથે તેમને 19 પાર્કિંગ સ્લોટ મળ્યા છે.

1 / 9
બોલિવૂડનો ભાઈ જાન સલમાન ખાન મુંબઈની સૌથી લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ બિલ્ડીંગમાંની એક ગેલેક્સી એપાર્ટમેન્ટ્સમાં રહે છે. રિપોર્ટ્સ મુજબ તેના ઘરની કિંમત 100 કરોડ રૂપિયા છે.

2 / 9
શાહિદ કપૂર તેના પરિવાર સાથે મુંબઈના વર્લી વિસ્તારમાં રહે છે. શાહિદનું આલીશાન એપાર્ટમેન્ટ તેના સી ફેસિંગ વ્યૂ માટે ફેમસ છે. આ ઘરની કિંમત 56.6 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

3 / 9
દેશી ગર્લમાંથી ગ્લોબલ સ્ટાર બની ગયેલી પ્રિયંકા ચોપરાના લોકો દિવાના છે. બોલિવૂડ પર રાજ કર્યા બાદ પ્રિયંકા હોલીવુડમાં પોતાનો સિક્કો જમાવવામાં બિઝી છે. તેણે અમેરિકાના લોસ એન્જલસમાં પોતાનું ઘર પણ લીધું છે. આ ઘરની કિંમત 20 મિલિયન ડોલર એટલે કે લગભગ 144 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે.

4 / 9
શાહરૂખ ખાન બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક છે. તેની એક ઝલક મેળવવા માટે તેમના ઘણા ફેન્સ માઈલોની મુસાફરી કરીને તેમના ઘર મન્નતની બહાર આવે છે. શાહરૂખે વર્ષો પહેલા મન્નતને માત્ર 13 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સમાચાર મુજબ આજે આ બંગલાની કિંમત 350 કરોડ રૂપિયા છે.

5 / 9
બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર તેના પરિવાર સાથે જુહુમાં રહે છે. તેની પત્ની ટ્વિંકલ ખન્ના અવારનવાર ઘરના ફોટા શેર કરતી રહે છે. રિપોર્ટ્સ મુજબ અક્ષય કુમારના આલીશાન બંગલાની કિંમત 80 કરોડ રૂપિયા છે.

6 / 9
બોલિવૂડના ગ્રીક ગોડ ઋતિક રોશન પણ મુંબઈમાં એક આલીશાન બંગલામાં રહે છે. રિપોર્ટ્સ મુજબ તેના ઘરની કિંમત 50 કરોડ રૂપિયા છે.

7 / 9
શિલ્પા શેટ્ટી ઘણીવાર તેના ઘરે બનાવેલા વીડિયો શેર કરીને બંગલાની અંદરનો વ્યૂ બતાવે છે. તેના ઘરમાં માત્ર ફર્નિચર અને ડેકોરેશનની વસ્તુઓ જ નથી, પરંતુ તે તેના બગીચામાં શાકભાજી પણ ઉગાડે છે. રિપોર્ટ્સ મુજબ શિલ્પાના ઘરની કિંમત 100 કરોડ રૂપિયા છે.

8 / 9
બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચન પણ સૌથી મોંઘા મકાનોમાં રહે છે. તેમનું ઘર જલસા ખૂબ જ શાનદાર છે. આ ઘરની અંદરની ઝલક સોશિયલ મીડિયા દ્વારા ઘણી વખત જોઈ શકીયે છીએ. બચ્ચન પરિવારના ઘરની કિંમત 100 થી 120 કરોડ છે.

9 / 9

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati