જોયા અખ્તરની ફિલ્મ ‘The Archies’નું શૂટિંગ પૂર્ણ, સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્યા નંદા કરશે બોલીવુડમાં એન્ટ્રી
તમને જણાવી દઈએ કે પઠાન ફિલ્મના વિવાદની વચ્ચે સુહાના ખાનની આર્ચીજનું શૂટિંગ પૂર્ણ થયું છે, ત્યારે ટ્વિટર પર સુહાના ટ્રેન્ડ પણ કરી રહી છે. ઝોયા અખ્તરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું લેખન રીમા કાગતી અને આઈશા દેવિત્રે કર્યુ છે.

એક તરફ હાલમાં કિંગ ખાન શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાન'ને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાને ધ આર્ચીજનું શૂટિંગ પૂરૂ કરી લીધુ છે. આ ફિલ્મ ઝોયા અખ્તરની છે. શૂટિંગ પૂર્ણ થયાની જાણકારી ઈન્સ્ટાગ્રામ પર તસ્વીરો શેયર કરીને આપી છે. (PC- Instagram)

ઝોયા અખ્તરની આ ફિલ્મથી શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન, બોની કપૂર અને શ્રીદેવીની દિકરી ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનના ભાણેજ અગસ્ત્યા નંદા બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યા છે. (PC- Instagram)

ઝોયા અખ્તરે તસ્વીરો શેયર કરતા લખ્યું 'આર્ચીજ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ. બેસ્ટ ક્રુ, બેસ્ટ કાસ્ટ, આભાર' (PC- Instagram)

આ ફિલ્મ આર્ચીજ નામની કોમિક બુકની અડેપ્ટેશન છે. ગલી બોય બાદ ઝોયા અખ્તર આ ફિલ્મથી પરત ફરી રહ્યા છે. શૂટિંગ પૂર્ણ થયા બાદ સેટ પર કેક કાપવામાં આવી હતી. (PC- Instagram)

ફિલ્મનું શૂટિંગ કેક પર લખેલી તારીખથી જાણી શકાય છે કે 16 ડિસેમ્બરે પૂર્ણ થયું છે. ફિલ્મમાં સુહાના ખાન, અગસ્ત્યા નંદા, ખુશી કપૂર સિવાય મિહિર આહુજા, ડોટ, યુવરાજ મેંડા અને વેદાંગ રેના પણ નજરે પડશે. ધ આર્ચીજ આગામી વર્ષે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલિઝ કરવામાં આવશે. (PC- Instagram)