
સારા ખાને કોલેજમાં અભ્યાસ કરતી વખતે જ મોડેલિંગ શરૂ કર્યું હતુ. ગ્રેજ્યુએશન પછી તે મુંબઈની એક એકેડેમીમાં જોડાઈ હતી. તેની પહેલી સીરિયલ "સપના બાબુલ કા...બિદાઈ" હતી અને તેણે તેની ઓળખ સાધના તરીકે સ્થાપિત કરી, જે ઘર-ઘરમાં જાણીતી હતી

રિયાલિટી શો ઉપરાંત, સારા સલમાન ખાનના શો "દસ કા દમ" માં પારુલ ચૌહાણ સાથે સ્પર્ધક તરીકે જોવા મળી હતી, અને સલમાન ખાનના બીજા રિયાલિટી શો "બિગ બોસ 4" માં પણ જોવા મળી હતી, જ્યાં તે લાંબા સમય સુધી ચર્ચામાં રહી હતી તેમજ બોલિવુડની ફિલ્મોમાં પણ જોવા મળી છે.

આ ઉપરાંત તે મિસ ભોપાલ 2007 જીતી હતી અને ITA એવોર્ડ અને ભારતીય ટેલી એવોર્ડ મેળવ્યો હતો.આ ઉપરાંત, તેના મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળે છે, જેના વિશે અપડેટ્સ સારા તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ચાહકોને આપતી રહે છે.

6 ઓક્ટોબર 2025ના રોજ સારા ખાને અભિનેતા ક્રિશ પાઠક સાથે મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા છે. ચાહકો બંન્નેને લગ્નની શુભકામના પાઠવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, સારા ખાને 2010માં બિગ બોસ 4માં ટીવી અભિનેતા અલી મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2011માં બે મહિના પછી તેમને છૂટાછેડા આપી દીધા હતા.મર્ચન્ટે રિયાલિટી શો સચ કા સામનાના એક એપિસોડમાં કહ્યું હતું કે, તેણે પ્રચાર માટે લગ્ન કર્યા હતા

છેલ્લા એક વર્ષથી કૃષ પાઠક અને સારા એકબીજાને ડેટ કરી રહ્યા હતા. 6 ઓક્ટોબરના રોજ કોર્ટમાં બંન્નેએ લગ્ન કર્યા છે.જેના ફોટો સોશિયલ મીડિયા પર પણ અપલોડ કર્યા છે.

સારા ખાને જણાવ્યું કે, કોર્ટ મેરેજ થઈ ગઈ છે અને કપલ ડિસેમ્બરમાં ઈન્ડસ્ટ્રીના મિત્રો સાથે અને પરિવાર માટે એક લગ્નની પાર્ટી અને રિસેપ્શન રાખવાની તૈયારી કરી રહ્યા છે.

ક્રિશ પાઠક 32 વર્ષનો છે અને સારા 36 વર્ષની છે. આનો અર્થ એ થયો કે સારા ક્રિશ કરતાં ચાર વર્ષ મોટી છે.

લોકપ્રિય ટીવી અભિનેત્રી સારા ખાન હવે "લક્ષ્મણ" સુનીલ લાહિરીની પુત્રવધૂ બની છે. છૂટાછેડાના 14 વર્ષ પછી તેમણે ફરીથી લગ્ન કર્યા છે.