
પાંખી શર્મા પહેલા પંકજ શર્મા તરીકે જાણીતી હતી. હવે બોબી ડાર્લિંગ તરીકે ફેમસ છે. નાની ઉંમરે ટ્રાન્સ મહિલા તરીકે બહાર આવતા તેના પરિવાર સાથે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. બોબી ડાર્લિંગ નાની હતી. ત્યારે તેની માતાનું અવસાન થયું. રિયાલિટી શો સચ્ચ કા સામનામાં પિતા સાથે જોવા મળી હતી.

બોબીનો જન્મ 10 જાન્યુઆરી 1974ના રોજ બનારસમાં થયો હતો. તેના માતાપિતાએ તેનું નામ પંકજ શર્મા રાખ્યું હતું. જ્યારે તે નાનો હતો, ત્યારે તે તેની માતાની સાડી પહેરતો અને લિપસ્ટિક લગાવતો. આ ક્ષણે પંકજને ખ્યાલ આવ્યો કે તે અંદરથી એક સ્ત્રી છે.આ સમય દરમિયાન તેમણે બ્રેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું અને પંકજમાંથી પાખી ઉર્ફે બોબી ડાર્લિંગ બન્યો.

પાખી શર્મા ઉર્ફે બોબી ડાર્લિંગ આજે ફરી એક વખત ચર્ચામાં આવી છે. બોબી ડાર્લિંગે ફિલ્મો અને ટીવીની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. પરંતુ આ સ્થાન સુધી પહોંચવા માટે તેને અનેક સમસ્યાઓ અને સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે.

આ સમય દરમિયાન બોબીએ પણ તેના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ જોયા છે. તો, આજે બોબી ડાર્લિંગના અભિનય કારકિર્દી તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ.

બોબી ડાર્લિંગ LGBT અધિકારોની એક મુખ્ય સમર્થક રહી છે. ઓક્ટોબર 2015માં બોબી ડાર્લિંગે જાહેરાત કરી કે, તે ભોપાલ સ્થિત ઉદ્યોગપતિ રમણીક શર્મા સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ દંપતીએ ફેબ્રુઆરી 2016માં લગ્ન કર્યા હતા.સપ્ટેમ્બર 2017 માં રમણીક શર્મા સામે છૂટાછેડા માટે અરજી કરી હતી, જેમાં તેમને છેતરપિંડી, વિશ્વાસઘાત, વૈવાહિક ક્રૂરતાનો ઉલ્લેખ કર્યો હતો.

મે 2018માં, રમણીક શર્માની ધરપકડ કરવામાં આવી હતી અને ઘરેલુ હિંસાના આરોપસર જેલમાં મોકલવામાં આવ્યો હતો.ત્યારબાદ, તેણે દિલ્હી કોર્ટમાં જામીન માટે અરજી કરી જે ફગાવી દેવામાં આવી હતી.

1999માં તેમણે સુભાષ ઘાઈની ફિલ્મ 'તાલ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતુ.આ ફિલ્મ પછી બોબી ડાર્લિંગે અનેક ફિલ્મોમાં પોતાની એક્ટિંગ દેખાડી હતી.

જેમાં તેણે 'સ્ટાઈલ', 'ના તુમ જાનો ના હમ', 'મૈંને દિલ તુઝકો દિયા', 'જીના સિર્ફ મેરે લિયે', 'પેજ 3', 'ક્યા કૂલ હૈ હમ', 'ટોમ ડિક એન્ડ હેરી', 'અપના સપના', 'મૈંને દિલ તુઝકો દિયા' જેવી ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગ દેખાડી છે. 'હંસી તો હંસી' જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.

વર્ષ 2004માં બોબીએ ટીવી સિરિયલોમાં નસીબ અજમાવ્યું. તેણે ટેલિવિઝન સિરિયલ 'કહીં કિસી રોજ'થી ટીવી પર ડેબ્યૂ પણ કર્યું હતું. આ પછી તેણે 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી', 'કસૌટી જિંદગી કી', 'ફેમ ગુરુકુલ', 'બિગ બોસ સીઝન-1', 'સચ કા સામના', 'ઈમોશનલ અત્યાચાર', 'ઈસ પ્યાર કો ક્યા નામ દૂં', જેવી સિરિયલોમાં કામ કર્યું છે.