અભિનેતા સાથે સગાઈ કરનાર, ગુજરાતી સિંગર કિંજલ દવેનો પરિવાર જુઓ
કિંજલ દવેના ચાહકો માટે એક ગુડ ન્યુઝ સામે આવ્યા છે. કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. તો આજે આપણે કિંજલ દવેના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1998 રોજ થયો છે. તે એક સિંગર છે જે ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં તેના કામ માટે જાણીતી છે. કિંજલે નાની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું અને 2017 માં તેના હિટ ગીત "ચાર બંગડી વાલી ગાડી" થી ફેમસ થઈ હતી.

તેમણે અનેક ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે અને ભારત અને વિદેશમાં વિવિધ કાર્યક્રમોમાં પર્ફોર્મ કર્યું છે.કિંજલ તેના પરંપરાગત ગુજરાતી લોક સંગીત માટે જાણીતી છે અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં તેના યોગદાન માટે તેને અનેક એવોર્ડ મળ્યા છે.

કિંજલ દવેનો પરિવાર જુઓ

કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1998ના રોજ ગુજરાતના પાટણ નજીકના ગામ જેસંગપુરામાં થયો હતો. તેમણે તેના મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ગુજરાતી ગીત "જોનડીયો" સાથે શરૂઆત કરી હતી.

2016માં "ચાર ચાર બંગડીવાળી ગાડી"ગીત રિલીઝ થયું ત્યારે કિંજલ દવે બોર્ડની પરીક્ષા આપી હતી. તેમના અન્ય ગુજરાતી ગીતોમાં "ચાર ચાર બંગડી વાલી ગાડી", "અમે ગુજરાતી લેરી લાલા", "છોટે રાજા", "ઘટે તો ઘટે જિંદગી", "જય આધ્યાશક્તિ આરતી" અને "ધન છે ગુજરાત" અને "માખણ ચોર"નો સમાવેશ થાય છે.

તેમણે 2018ની ગુજરાતી ફિલ્મ દાદા હો દિકરી સાથે અભિનયની શરૂઆત કરી હતી. 2019માં ભારતીય જનતા પાર્ટીની સભ્ય બની હતી. કિંજલ દવેએ 17 દિવસમાં 24 શો કર્યા હતા.

2019માં, તેમને 12મા ગૌરવવંતા ગુજરાતી પુરસ્કારોમાં ગૌરવશાળી ગુજરાતી પુરસ્કાર મળ્યો હતો.2020માં, તેને સંગીત શ્રેણીમાં ફીલિંગ્સ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ મળ્યો હતો.

કિંજલ દવે ધોરણ 3માં સિંગર તરીકે શરુઆત કરી હતી. કિંજલ દવેના પિતા લલિતજીભાઈ હિરા ઘસવાનું કામ કરતા હતા.તેમની માતાનું નામ ભાનુબેન છે. કિંજલ દવેના ભાઈનું નામ આકાશ દવે છે.

18 એપ્રિલ 2018ના રોજ તેમણે પવન જોશી સાથે સગાઈ કરી હતી. તે પવનને બાળપણથી ઓળતી હતી.પરંતુ અંગત કારણોસર આ સગાઈ તુટી હતી.

ગુજરાતી સિંગર કિંજલ દવેએ અભિનેતા અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. ત્યારે હવે ચાહકો જાણવા માંગે છે કે,ધ્રુવિન શાહ શું કરે છે.

કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર સગાઈનો વીડિયો પોસ્ટ કરી ગોડ પ્લાન કહ્યું છે.ધ્રુવિન શાહ ફિલ્મોમાં કામ કરે છે.ધ્રુવિન શાહે પોતાના ફિલ્મી કરિયરની શરુઆત વર્ષ 2017માં સુપરસ્ટારથી કરી હતી. તે એક બિઝનેસમેન પણ છે.ધ્રુવિન શાહ jojoappનો ફાઉન્ડર છે

કિંજલ દવે નવરાત્રીમાં માત્ર ગુજરાત જ નહી પરંતુ વિદેશમાં પણ ધુમ મચાવે છે.

કિંજલ દવે એક શો માટે મસમોટો ચાર્જ લે છે. કિજલ દવેએ વિદેશમાં પહેલો શો લંડનમાં કર્યો હતો.

કિંજલ દવે મણિબા સ્કૂલ નવા નરોડા, અમદાવાદમાંથી અભ્યાસ કર્યો છે. કોલેજ/યુનિવર્સિટી પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રોફેશનલ સ્ટડીઝ અભ્યાસ કર્યો છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો અહી ક્લિક કરો
