
ગયા અઠવાડિયે દરોડા બાદ ગેહનાના 7 બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. તેમજ તેના બે મોબાઈલ ફોન અને ઘણા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. ગેહના પહેલા રાજ કુન્દ્રાને પણ સમન્સ જારી કરવામાં આવ્યા હતા અને તેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે તેણે થોડો સમય માંગ્યો હતો.

વાસ્તવમાં, રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી ત્યારથી ગેહાના આ મામલે વિવાદોમાં ઘેરાયેલી છે. અને તેમની સમસ્યાઓમાં વધારો થતો જણાય છે.

29 નવેમ્બરના રોજ રાજ કુન્દ્રાના ઘર પર પણ ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેઓ છેલ્લા ચાર વર્ષથી તપાસમાં સહકાર આપી રહ્યા છે. પોર્નોગ્રાફી અને મની લોન્ડરિંગ મુદ્દે તેમણે કહ્યું હતું કે અંતે સત્યનો જ વિજય થશે.