ફિલ્મો કરતા અનેક ગણા રૂપિયા કમાવવાનો ગજબનો બિઝનેસ શોધી કાઢ્યો છે આ બોલીવૂડ સ્ટાર્સે, જાણો

બોલીવૂડ સ્ટાર્સ માત્ર ફિલ્મો પર જ નિર્ભર નથી રહેતા. તેઓ આ સિવાય પણ અનેક બિઝનેશ કરતા હોય છે. કેટલાક હોટલના માલિક છે તો કેટલાક ક્રિકેટ ટીમના. ચાલો જાણીએ તેમના વિશે.

  • Updated On - 3:19 pm, Wed, 21 July 21 Edited By: Gautam Prajapati
1/8
શિલ્પા શેટ્ટી કુંદ્રા (Shilpa Shetty Kundra) તેના પતિ રાજ કુંદ્રાના ઘણા વ્યવસાયોમાં સામેલ છે. શિલ્પા મુંબઈ સ્થિત મોનાર્કી ક્લબની માલિક છે. આ સિવાય તેમની પાસે ઘણા ક્લબ અને સ્પા પણ છે. અગાઉ તે ક્રિકેટ ટીમ રાજસ્થાન રોયલ્સની માલિક હતી પરંતુ બાદમાં ફિક્સિંગના વિવાદને કારણે ટીમ વેચવી પડી. શિલ્પા પોતાની ફીટનેસ એપ પણ ચલાવે છે જેના પર તે લોકોને ફિટનેસ ટીપ્સ અને યોગ શીખવે છે.

2/8
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પણ એક પ્રોડક્શન કંપનીના માલિક પણ છે. ઘણી મોટી કંપનીઓની એડ કરીને પણ અમિતાભ યાદીમાં 'શહેનશાહ' છે.

3/8
બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાનનું પોતાનું પ્રોડક્શન હાઉસ (Red Chillies Entertainment) છે જેણે ઘણી મોટી મૂવીઝ અને વેબ સિરીઝનું નિર્માણ કર્યું છે. આ સિવાય, તે ઘણી બધી જુદી જુદી સ્પોર્ટ્સ ટીમોનો માલિક પણ છે.

4/8
સલમાન ખાન (Salman Khan) અને તેની બ્રાંડ બીઇંગ હ્યુમન કોણ નથી જાણતું? સલમાન ખાનના મૂવીઝ સિવાય ઘણા સાઈડ બિઝનેશ અને બ્રાન્ડ્સ છે. તેની પાસે પોતાનું પ્રોડક્શન હાઉસ સલમાન ખાન ફિલ્મ્સ છે જેણે ઘણી હિટ ફિલ્મો બનાવી છે. તેમજ કપિલ શર્મા શો પણ સલમાન પ્રોડ્યુસ કરે છે. આ સિવાય તે બ્રાન્ડ ફ્રેશ (Fresh) ના માલિક છે જે ઘણા ઉત્પાદનોનું વેચાણ પણ કરે છે.

5/8
'દેશી ગર્લ' પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) ન્યૂયોર્કની એક રેસ્ટોરન્ટની માલિક છે. તેનું નામ સોના છે. પ્રિયંકા પાસે પોતાનું પ્રોડક્શન હાઉસ છે જેનું નામ પર્પલ પેબલ પ્રોડક્શન છે. ઉપરાંત, તે ઘણી મોટી બ્રાન્ડની એડ પણ કરે છે.

6/8
અભિનેતા રિતિક રોશન એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હેન્ડસમ હંક છે. ફિલ્મોમાં અભિનય ઉપરાંત તે HRX નામની પોતાની કપડાની બ્રાન્ડ પણ ચલાવે છે. ક્યુરફિટમાં પણ તેનો હિસ્સો છે. ઉપરાંત તે કેટલીક રેસ્ટોરન્ટ્સનો માલિક છે.

7/8
અભિનેત્રી દીપિકા પાદુકોણ બોલીવુડની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. દીપિકા ઓલ અબાઉટ યુ નામની કપડાની લાઇન ચલાવે છે. આ સિવાય દીપિકાએ ધ લિવ લવ લાફ લાઉડ ફાઉન્ડેશનની શરૂઆત પણ કરી હતી.

8/8
અભિનેત્રી હોવા ઉપરાંત અનુષ્કા શર્મા (Anushka Sharma) ના ઘણા બિઝનેસ છે. અનુષ્કા કપડાની બ્રાન્ડ 'નુશ' ની માલિક છે. આ સાથે તે પોતાના ભાઈ સાથે એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.