ફિલ્મ દિગ્દર્શક સુભાષ ઘાઈની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલના ICUમાં દાખલ
બોલિવુડના ફેમસ નિર્માતા અને દિગ્દર્શક સુભાષ ઘાઈ પોતાના સ્વાસ્થને લઈ ચર્ચામાં છે. તેની અચાનક તબિયત લથડતા તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.

બોલિવુડના ફેમસ નિર્માતા અને દિગ્દર્શક સુભાષ ઘાઈ પોતાના સ્વાસ્થને લઈ ચર્ચામાં છે. જેને હાલ મુંબઈની લીલાવતી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. ડાયરેક્ટરના નજીકના સુત્રોએ જાણકારી આપી છે કે, સુભાષ ઘાઈને રુટિન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા છે.

સુભાષ ઘાઈએ કાલીચરણ, કર્ઝ, સૌદાગર, વિધત્તા, મેરી જંગ અને કર્મા સહિત અનેક ફિલ્મોમાં નિર્દેશન કર્યું છે. 2014માં ફિલ્મ કાંચીનું ડાયરેક્શન કર્યું હતુ. સુભાષ ઘાઈને ભારતીય સિનેમામાં તેના યોગદાન માટે અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, નાગપુરમાં જન્મેલા સુભાષ ઘાઈ શુરુઆતમાં અભિનેતા બનવા માંગતા હતા પરંતુ તેમણે અનેક કલાકારોને સુપરસ્ટાર બનાવી દીધા છે. રાજ કપુર બાદ સુભાષ ઘાઈને બોલિવુડનો બીજા શોમેન કહેવામાં આવે છે. વર્ષ 2006માં તેમને ફિલ્મ ઈકબાલ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

જો સુભાષ ઘાઈની વાત કરવામાં આવે તો તેઓ 90ના દશકના ફેમસ ડાયરેક્ટર છે. પોતાના કરિયરમાં તેમણે અંદાજે 16 ફિલ્મો ડાયરેક્ટ કરી છે. જેમાં મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

જો સુભાષ ઘાઈના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તોો તેઓ હાલમાં એતરાઝ-2 અને ખલનાયક 2ને લઈને પણ ચર્ચમાં હતા. તેમણે આ ફિલ્મની સીક્વલ બનાવવાનો પણ પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો.
