‘કિસિંગ કોઈ મોટી વાત નથી..’ પહેલી જ ફિલ્મમાં ઈમરાન હાશ્મી સાથે લિપ-લૉક કર્યા બાદ ચર્ચામાં આવી હતી Esha Gupta
TV9 GUJARATI | Edited By: Meera Kansagara
Updated on: Nov 28, 2022 | 11:44 AM
Esha Gupta Birthday Special : આજે બોલિવૂડ અભિનેત્રી Esha Gupta તેનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. પોતાના બોલ્ડ એક્ટ માટે જાણીતી ઈશાએ પહેલી ફિલ્મમાં જ ઈમરાન હાશ્મી સાથે લિપલોક સીન કર્યો હતો.
Esha Gupta બોલિવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે, તે સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેસ બતાવતી રહે છે. આજે અભિનેત્રી પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે, પરંતુ આજે પણ તેની હોટનેસમાં કોઈ કમી નથી.
1 / 5
બોબી દેઓલ સ્ટારર વેબ સિરીઝ 'આશ્રમ-3'માં છેલ્લે જોવા મળેલી ઈમરાન હાશ્મી સાથે ઈશા ગુપ્તાની જોડીને બોલિવૂડમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, વર્ષ 2007માં ઈશા ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધાનો ભાગ પણ હતી.
2 / 5
વર્ષ 2012માં 'જન્નત-2'થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરનાર ઈશા ગુપ્તા હવે ઈન્ડસ્ટ્રીમાં એટલી એક્ટિવ નથી. પરંતુ, તેણે 'બેબી', 'કમાન્ડો', 'રુસ્તમ' અને 'ટોટલ ધમાલ' જેવી ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી જાદુ કર્યો છે.
3 / 5
પ્રથમ ફિલ્મ 'જન્નત-2'માં જ તેણે ઈમરાન હાશ્મી સાથે બોલ્ડ સીન અને કિસિંગ સીન આપીને ચર્ચામાં આવી હતી. આ પછી તે રાઝ-3માં પણ અભિનેતા સાથે સિઝલિંગ અવતારમાં જોવા મળી હતી.
4 / 5
આ ફિલ્મોમાં ઈશા અને ઈમરાન વચ્ચે લિપલોક સીન બતાવવામાં આવ્યો હતો. આ સીન અંગે એક ઈન્ટરવ્યુમાં ઈશાએ કહ્યું હતું કે, તે ઈમરાન સાથે લિપલોક કરવા માટે બિલકુલ નર્વસ નથી. તે કહે છે કે 'ચુંબન એ મોટી વાત નથી'. ઈશાના આ નિવેદનને કારણે તે ટ્રોલ પણ થઈ હતી.