Entertainment News : તમે ઈરાવતી હર્ષેને ઓળખો છો ? જેણે શમશેરામાં રણબીર કપૂરની માતાનો રોલ નિભાવ્યો છે

બોલિવૂડની જાણીતી ફિલ્મ 'શમશેરા'માં (Shamshera) રણબીર કપૂરની માતાનો રોલ કરનાર અભિનેત્રીએ હિન્દી ઉપરાંત મરાઠી, અંગ્રેજી અને ફ્રેન્ચ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 9:19 AM
રણબીર કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'શમશેરા'માં શમશેરાની પત્ની અને બિલ્લાની માતાની ભૂમિકા ભજવનારી અભિનેત્રી ઈરાવતી હર્ષે એક ભારતીય અભિનેત્રી અને ડબિંગ કલાકાર છે. આ ફિલ્મ ભલે ચાલી ન શકી, પરંતુ તેની એક્ટિંગના કારણે ઈરાવતી લાઈમલાઈટમાં આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે, ઈરાવતી રિયલ લાઈફમાં રણબીર કરતાં 10 દિવસ નાની છે.

1 / 5
ઈરાવતીએ 1990ના દાયકામાં તેની અભિનય કારકિર્દી શરૂ કરી હતી, અને તેની પ્રથમ મહત્વપૂર્ણ ભૂમિકા દૂરદર્શનની લોકપ્રિય સિરિયલ, શાંતિમાં હતી, જેમાં તેણીએ અભિનેત્રી મંદિરા બેદી સાથે અભિનય કર્યો હતો.

2 / 5
ઈરાવતી હર્ષેએ 1999માં ટીવી સિરિયલ 'છોટા મુહ ઔર બડી બાત'થી ટેલિવિઝન ડેબ્યૂ કર્યું હતું. તે સુરભી, વારીસ, કભી કભી જેવા લોકપ્રિય ટીવી શોમાં સહાયક ભૂમિકામાં જોવા મળી હતી.

3 / 5
ટીવી સિરિયલ 'સંજીવની - અ મેડિકલ બૂન'માં ડૉ. સ્મૃતિ મલ્હોત્રા તરીકે ઈરાવતી હર્ષીને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો. મોહનીશ બહલ અને ઈરાવતીની જોડીને સંજીવનીમાં ઘણી લોકપ્રિયતા મળી હતી. આજે પણ સોશિયલ મીડિયા પર બંનેની ફેન ક્લબ છે.

4 / 5
ઈરાવતી હર્ષેએ 'તનહા' નામના શોમાં પણ અભિનય કર્યો હતો. જે ભારત અને પાકિસ્તાનનો સંયુક્ત પ્રોજેક્ટ હતો. આ શોમાં તેણે રૂખસાનાની ભૂમિકા ભજવી હતી. આ સિરિયલમાં તેની સાથે લોકપ્રિય પાકિસ્તાની કલાકાર સાજિદ હસન અને મરિના ખાને પણ કામ કર્યું હતું.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">