બિપાશા બાસુનો આજે જન્મદિન, જાણો કરણે કેવી રીતે કરી વિશ

બોલિવૂડમાં પોતાની બોલ્ડનેશ માટે પ્રખ્યાત અભિનેત્રી બિપાશા બાસુનો આજે જન્મદિવસ છે. બિપાશાનો જન્મ 7 જાન્યુઆરી 1979 ના રોજ થયો હતો. આ વર્ષે બિપાશા તેનો 42 મો જન્મદિવસ ઉજવી રહી છે.

  • tv9 webdesk37
  • Published On - 15:46 PM, 7 Jan 2021
happy birthday bipasha

બોલિવૂડમાં પોતાની બોલ્ડનેશ માટે પ્રખ્યાત અભિનેત્રી બિપાશા બાસુનો આજે જન્મદિવસ છે. બિપાશાનો જન્મ 7 જાન્યુઆરી 1979 ના રોજ થયો હતો. આ વર્ષે બિપાશા તેનો 42 મો જન્મદિવસ ઉજવી રહી છે. બિપાસા ના જન્મદિન પર બિપાશાના પતિ કરણ સિંહ ગ્રોવરે તસ્વીરો શેર કરીને વિશ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by karan singh grover (@iamksgofficial)

કરણે તસવીરો ઈન્સ્ટામાં શેર કરી હતી અને લખ્યું હતું કે ‘દેવી હોવાનો અર્થ એ છે કે તમે દરેક રીતે શાશ્વત અને અનંત છો …. તમારામાં બે પાસા છે જે સૌને મોહીત કરે છે …સુંદરતા અને તમારી અનંત, નિર્વિવાદ, અમર્યાદિત અને બિનશરતી પ્રેમ કરવાની શક્તિ. તમે મારા માટે દેવી છો, અને એનું પ્રમાણ છે આ અપાર પ્રેમ. આ દિવસ વર્ષનો સૌથી કિમતી દિવસ હતો, છે અને રહેશે. મારા બેબીને જન્મદિવસની શુભેચ્છાઓ!’