Bigg Boss 16 : અનુષ્કા સેન બનશે બિગ બોસની પ્રથમ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક?
TV9 GUJARATI | Edited By: Nirupa Duva
Updated on: Dec 04, 2022 | 9:21 AM
અનુષ્કા સેન સફળ અભિનેત્રી હોવા ઉપરાંત social media influencer પણ છે. આ જ કારણ છે કે લાખો ચાહકો તેની પોસ્ટની રાહ જોતા રહે છે.
અનુષ્કા સેન મશહુર અભિનેત્રી છે. ખતરો કે ખેલાડીમાં પોતાનો જલવો દેખાડ્યા બાદ આ ટીવી અભિનેત્રી કેટલાક ઈન્ટરનેશલન પ્રોજેક્ટમાં વ્યસ્ત હતી. ( All Photo credit: Anushka Sen Instagram)
1 / 5
કેટલીક વખત અનુષ્કા સેનના બિગ બોસમાં સામેલ હોવાના સમાચારો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ આ વાતની પુષ્ટિ થઈ નથી. અનુષ્કા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેના લાખો ચાહકો છે.
2 / 5
એવું કહેવામાં આવી રહ્યું છે કે અનુષ્કા સેનને બિગ બોસ 16 માટે અપ્રોચ કરવામાં આવી છે અને કદાચ તે વાઈલ્ડ કાર્ડ તરીકે શોમાં જોડાઈ શકે છે.
3 / 5
પરંતુ અનુષ્કા સેનની એન્ટ્રીને લઈ અત્યારસુધી કોઈ કન્ફર્મેશન સામે આવ્યું નથી. હવે અનુષ્કા બિગ બોસનો ભાગ બનશે કે નહિ તે આવનાર સમય બતાવશે.
4 / 5
ખતરોં કે ખિલાડી સીઝન 11 દરમિયાન, ટીવી અભિનેત્રી અનુષ્કા સેને tv9 ભારતવર્ષ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે તેને આ શો ખૂબ જ રસપ્રદ લાગે છે.