
ઋષભ શેટ્ટીનો જન્મ 7 જુલાઈ 1983ના રોજ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના મેંગલુરુ શહેરના કાદરી વિસ્તારમાં એક બંટ પરિવારમાં થયો હતો.તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ કર્ણાટકના ઉડુપી જિલ્લાના કુંડાપુરાથી મેળવ્યું હતું અને બાદમાં બી.કોમ કરવા માટે બેંગલુરુની વિજયા કોલેજમાં એડમિશન લીધું હતું.

બેંગલુરુમાં અભ્યાસ કરતી વખતે તેમણે નાટકોમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેમના કામ માટે તેમની પ્રશંસા કરવામાં આવી હતી અને આ નાટકોમાં સફળતાએ તેમને વ્યાવસાયિક કારકિર્દી તરીકે અભિનય કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

'કંતારા' ની સફળતા પછી અભિનેતા ઋષભ શેટ્ટીને કોઈ ઓળખની જરૂર નથી. તેમની ગણતરી શક્તિશાળી અભિનેતાઓ અને દિગ્દર્શકોની યાદીમાં થાય છે. ચાલો અમે તમને ઋષભ શેટ્ટીની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો કરીએ.

ઋષભ શેટ્ટીએ 2012માં ફિલ્મ 'તુગલક' થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જ્યારે તેમણે 2016માં રિકી સાથે દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. તેમને ક્રીક પાર્ટી માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.

જો આપણે ઋષભ શેટ્ટીની પર્સનલ લાઈફની વાત કરીએ તો. તેના પિતાનું નામ વાઈ ભાસ્કર શેટ્ટી છે. જે એક જાણીતા જ્યોતિષી રહી ચૂક્યા છે. ઋષભ શેટ્ટીની માતાનું નામ લક્ષ્મી શેટ્ટી છે.

કંતારા અભિનેતા ઋષભ શેટ્ટીને એક બહેન પણ છે. જેનું નામ પ્રતિભા હેગડે છે. જે વિપ્રોમાં કામ કરે છે. તમને જણાવી દઈએ કે, અભિનેતા નાનપણમાં પાણીની બોટલ વેચતો હતો.

ઋષભ શેટ્ટીએ 2017 માં પ્રગતિ શેટ્ટી સાથે લગ્ન કર્યા. અભિનેતાની પત્ની વ્યવસાયે કોસ્ચ્યુમ ડિઝાઇનર છે.ઋષભ શેટ્ટી અને પ્રગતિને બે બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી.

ઋષભની પોતાની પ્રોડક્શન કંપની છે. તેણે પોતાની કંપનીનું નામ ઋષભ શેટ્ટી ફિલ્મ્સ રાખ્યું છે.ઋષભ શેટ્ટીને કારનો ખૂબ શોખ છે. તેની પાસે Audi Q7, Skoda Fabia જેવી કાર છે. ઋષભ શેટ્ટી પાસે ઓડી અને બીએમડબ્લ્યુ જેવી લક્ઝરી કાર પણ છે.

કન્નડ ફિલ્મ 'કાંતારા: ચેપ્ટર 1' નું શૂટિંગ શરુ થઈ ચૂક્યું છે.ફિલ્મની રિલીઝ તારીખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નિર્માતાઓ તેને 2025 ના અંત સુધીમાં સિનેમાઘરોમાં લાવવાનો પ્લાન છે.