Abhishek Bachchan Birthday : 280 કરોડનો માલિક છે અભિષેક બચ્ચન, એક્ટિંગ સિવાય સાઈડમાં કરે છે આ કામ
બોલિવુડ અભિનેતા અભિષેક બચ્ચન એક જાણીતો અભિનેતા છે. તે અનેક વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તો ચાલો જાણીએ અભિષેક બચ્ચનની નેટવર્થ કેટલી છે.

મહાનાયક અમિતાભ બચ્ચનનો દીકરો અભિષેક બચ્ચન ઈન્ડસ્ટ્રીમાં વર્ષોથી એક્ટિવ છે. તેમણે 2000માં ફિલ્મ રેફ્યુઝીથી ડેબ્યુ કર્યું હતુ. આ ફિલ્મમાં કરીના કપૂર અપોઝિટ રોલમાં હતી. ફિલ્મને સારો રિસપોન્સ પણ મળ્યો ન હતો પરંતુ અભિષેક બચ્ચનની એક્ટિંગના વખાણ થયા હતા.

ત્યારબાદ અભિષેક બચ્ચનના કરિયરમાં અનેક ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. અભિષેકની ફિલ્મોએ સારી કમાણી ન કરી નથી પરંતુ તેની એક્ટિંગ ચાહકો વધુ પસંદ કરે છે. તેમણે ગુરુ અને પા જેવી સારી ફિલ્મો આપી છે. અભિષેક બચ્ચની નેટવર્થ ખુબ મોટી છે.

GQના રિપોર્ટ મુજબ અભિષેક બચ્ચન 280 કરોડની નેટવર્થનો માલિક છે. આ સિવાય અનેક બ્રાન્ડનો પણ માલિક છે. તે જાહેરાત દ્વારા કમાણી કરે છે. અભિષેક બચ્ચન પ્રો કબડ્ડી લીગની ફ્રેન્ચાઈઝી ટીમ જયપુર પિંક પેથર્સનો માલિક છે. તેમજ તેનું પ્રોડ્કશન હાઉસ પણ છે.

તેમણે રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું છે. 2020 થી લઈ 2024 વચ્ચે અભિષેક બચ્ચને પોતાના પિતા સાથે મળી 220 કરોડની પ્રોપર્ટી ખરીદી છે. એવા પણ સમાચાર હતા કે, હાલમાં તેમણે 24.95 કરોડ રુપિયામાં 10 એપાર્ટમેન્ટ ખરીદ્યા છે.

તમને જણાવી દઈએ કે, અત્યારસુધી અનેક બોલિવુડની ફિલ્મોમાં કામ કર્યું છે. આજે અભિષેક બચ્ચન પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે.
અમિતાભ બચ્ચન સહિત બોલિવુડ જગતના અન્ય સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો

































































