Knowledge: ભારતની તો આપણને ખબર છે, પણ ચીનની શાળાઓમાં બાળકો કેવી રીતે અભ્યાસ કરે છે, ત્યાંની શિક્ષણ પદ્ધતિ કેટલી અલગ છે, શું મફતમાં મળે છે શિક્ષણ?

ચીનમાં (China) 6થી 15 વર્ષની વય સુધી શાળાકીય શિક્ષણ મફત છે. જો કે પુસ્તકો અને ગણવેશ માટે પૈસા ચૂકવવા પડે છે. તે પછી તમારે ખર્ચ જાતે જ ઉઠાવવો પડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 2:54 PM
China Education System: તમે ભારતની શિક્ષણ પ્રણાલી વિશે પહેલાથી જ જાણો છો. અહીં કેવી રીતે શાળા શિક્ષણ મફત છે, જ્યારે ખાનગી શાળાઓ પણ છે. પરંતુ શું તમે ચીનની શિક્ષણ પ્રણાલી વિશે જાણો છો? હકીકતમાં ચીનમાં પણ પ્રારંભિક શિક્ષણ ફરજિયાત છે. જો કે સિનિયર સેકન્ડરીમાં પહોંચ્યા બાદ બાળકોની ફી અને શાળાનો ખર્ચ વાલીઓ દ્વારા ચૂકવવો પડે છે. ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક સંકડામણને કારણે બાળકો મિડલ સ્કૂલ પછી ભણવાનું છોડી દે છે. તેનું આ એક મોટું કારણ છે.

1 / 6
ભારતમાં શિક્ષણ 10+2+3 પેટર્ન પર છે. ચીનમાં શાળાકીય શિક્ષણના માત્ર ચાર તબક્કા છે. પહેલાં પ્રી-સ્કૂલ પછી બીજી પ્રાથમિક શાળા.. જ્યાં બાળકોને 6 વર્ષ સુધી ભણવાનું હોય છે. ત્યારબાદ 3 વર્ષ માટે જુનિયર સેકન્ડરી સ્કૂલિંગ અને પછીના ત્રણ વર્ષ માટે સિનિયર સેકન્ડરી સ્કૂલિંગની સિસ્ટમ છે.

2 / 6
ચોથા તબક્કાના સમય સુધીમાં મોટાભાગના ગ્રામીણ વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ છોડી દે છે અને રોજી-રોટી કમાવવાનું શરૂ કરે છે. કેટલાક ટકા વિદ્યાર્થીઓ ફરીથી અભ્યાસ કરવાનું શરૂ કરે છે. એક મહત્વની વાત એ છે કે એક વર્ગમાં માત્ર 35 જેટલા વિદ્યાર્થીઓ હોય છે.

3 / 6
ચીનમાં 6થી 15 વર્ષની વય સુધી શાળાકીય શિક્ષણ મફત છે. જો કે પુસ્તકો અને ગણવેશ માટે પૈસા ચૂકવવા પડે છે. તે પછી તમારે ખર્ચ જાતે જ ઉઠાવવો પડશે. જેના કારણે ગરીબ પરિવારના બાળકોનું ભણતર છુટી જાય છે.

4 / 6
ચીનની શિક્ષણ પ્રણાલીમાં એક વાત એવી પણ છે કે, જુનિયર મિડલ સ્કૂલ પછી વિદ્યાર્થીઓને પોતાને નક્કી કરવાનો અધિકાર છે કે તેઓ નિયમિત માધ્યમિક શાળામાં જવા માગે છે કે વ્યાવસાયિક શાળામાં કે પછી માધ્યમિક વ્યાવસાયિક શાળામાં. તે વધુ અભ્યાસ કરવા માટે મુક્ત છે.

5 / 6
અહીં રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ પરીક્ષા છે - Gaokao. આ પરીક્ષા 9 કલાકની છે. સામાન્ય રીતે 40 ટકા વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરે છે. આ ટેસ્ટના આધારે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ મળે છે અને સરકારી નોકરીનો માર્ગ ખુલે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">