China Flood: છેલ્લા 1000 વર્ષમાં નોંધાયેલો સૌથી વધુ વરસાદ, મેટ્રોમાં પાણી ભરાવાથી 33ના મોત

છેલ્લા 60 વર્ષમાં પહેલીવાર અહીં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. જેટલો વરસાદ આખા વર્ષ દરમિયાન નથી હોતો એટલો છેલ્લા એક અઠવાડિયામાં જ વરસી ચૂક્યો છે.

  • Publish Date - 6:26 pm, Thu, 22 July 21 Edited By: Bhavyata Gadkari
1/10
ચીનના હેનાન પ્રાંતમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતી સર્જાઈ છે. જેને કારણે ઝેંગઝોઉ શહેરની અન્ડરગ્રાઉન્ડ મેટ્રો રેલ સિસ્ટમ પાણીમાં ડૂબી ગયેલી જોવા મળી. હાલ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં મેટ્રોમાં ટ્રાવેલ કરી રહેલા મુસાફરોના ગળા સુધી પાણી પહોંચેલુ જોવા મળી રહ્યુ છે.

2/10
ચીનના ઝેંગઝોઉ શહેરની વસ્તી લગભગ એક કરોડ જેટલી છે. ચીનના જવાનોએ બુધવારે લગભગ 2 લાખ જેટલા લોકોનું રેસ્ક્યૂ કર્યુ હતુ. પાણીનું સ્તર વધી જતા અહીંના રસ્તા નદીમાં ફેરવાયા છે.

3/10
સતત વરસાદને કારણે ઝેંગઝોઉ મેટ્રોમાં પાણી ઘૂસી ગયુ. અધિકારીના જણાવ્યા પ્રમાણે મેટ્રોની અંદર જ 12 લોકોના મોત થઈ ગયા હતા. ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા અને 50થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

4/10
વરસાદના કારણે ઝંગઝોઉ સમેત કેટલાક શહેરોમાં હોસ્પિટલની લાઈટ પણ જતી રહી છે. જેના કારણે કોરોનાકાળમાં સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ પણ પ્રભાવિત થઈ રહી છે.

5/10
મેટ્રોમાં પાણી ભરાતુ જોઈને લોકો ખૂબ ડરી ગયા હતા. એક યાત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યુ કે પાણી મારી છાતી સુધી આવી ગયુ હતુ. હુ ખૂબ જ ડરેલો હતો. પાણી કરતા મેટ્રોમાં હવાનું દબાણ ઓછુ થવાને કારણે લોકોને ગભરાટ થઈ રહી હતી.

6/10
વરસાદને કારણે કેટલાક શહેરોમાં લેન્ડ સ્લાઈડની ઘટના પણ બની. ગોંગયી શહેરમાં ઘર અને દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે.

7/10
છેલ્લા એક અઠવાડિયાથી હેનાન પ્રાંતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે ત્યાં હમણાં ચોમાસાની ઋતુ પણ નથી.

8/10
હવામાન વિભાગનું કહેવુ છે કે છેલ્લા 60 વર્ષમાં પહેલીવાર અહીં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. જેટલો વરસાદ આખા વર્ષ દરમિયાન નથી હોતો એટલો છેલ્લા એક અઠવાડિયામાં જ વરસી ચૂક્યો છે.

9/10
ઝંગઝોઉમાં વર્ષ દરમિયાન 640.8 મિલીમીટર જેટલો વરસાદ નોંધાય છે. હમણાં સુધી અહીં 617.1 મિલીમીટર વરસાદ થઈ ચૂક્યો છે.

10/10