PM MODIને માતા હીરાબા પ્રત્યે અનેરો પ્રેમ, ભારતના પૂર્વ વડાપ્રધાનોના પરિવાર સાથેના જુઓ કેટલાક દુર્લભ ફોટો

(Prime Minister Narendra Modi) મોદીના જીવનમાં તેમની માતા હીરાબા (Hiraba)નું ખાસ સ્થાન છે. આવી જ રીતે ભારતના પૂર્વ વડાપ્રધાનો પણ પોતાના પરિવારને રાજકીય સફર દરમિયાન અદકેરુ મહત્વ આપતા હતા. ત્યારે આવા જ ભારતના કેટલાક વડાપ્રધાનોના પરિવારજનો રેર ફોટોગ્રાફ્સ જોઇએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2022 | 12:23 PM
ઈન્દિરા ગાંધી જેઓ દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતા. ઇન્દિરા ગાંધીની ગણના દુનિયાના સૌથી તાકતવર નેતાઓમાં કરવામાં આવે છે. ઇન્દિરા ગાંધીએ વર્ષ 1966-1977 દરમિયાન ભારતના પ્રધાનમંત્રી તરીકે સેવા આપી. ત્વરિત નિર્ણય લેવાના કારણે ઈન્દિરા ગાંધી લોકપ્રિય હતા. ઉપર રહેલો ફોટો ઇન્દિરા ગાંધી, તેમના બંને પુત્રો રાજીવ અને સંજય ગાંધી સાથેનો છે.

1 / 8

9 જૂન 1964ના રોજ લાલ બહાદુર શાસ્ત્રીના રૂપમાં ભારતને મળ્યા હતા બીજા વડાપ્રધાન, નહેરુના ઉત્તરાધિકારી બનવું શાસ્ત્રી માટે સરળ નહોતું. શાસ્ત્રીનું વડાપ્રધાન બનવું ભલે સંયોગ ન કહી શકાય, પરંતુ તેમના માટે નેહરુના અનુગામી બનવું સ્વાભાવિક ન હતું. તેઓ ગાંધીવાદી નેતા હતા. પરંતુ પાર્ટીમાં ટોચના નેતાઓમાં તેમનું પ્રતિષ્ઠિત બનવું અચાનક નહોતું થયું. ઉપર રહેલો ફોટો લાલ બહાદુર શાસ્ત્રીના સમગ્ર પરિવાર સાથેનો છે.

2 / 8

ભારતના પ્રથમ વડાપ્રધાન, જવાહરલાલ નેહરુએ બ્રિટીશ સામ્રાજ્યથી દેશને બહાર કાઢવા માટે મહત્વનો ભાગ ભજવ્યો હતો. ગાંધી સાથેની બેઠકથી પ્રેરિત થઈ, તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય રીતે ભાગ લીધો અને 1947માં દેશ બ્રિટીશ શાસનમાંથી મુક્ત થયો. તેમને 1947માં ભારતના વડાપ્રધાન તરીકે ચૂંટાવામાં આવ્યા. તેમણે 1964 માં તેમના મૃત્યુ સુધી સેવા આપી હતી. ઉપરનો ફોટો જવાહરલાલ નહેરુનો તેમના પિતા મોતીલાલ નહેરુ સહિતના પરિજનો સાથેનો છે.

3 / 8
લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર, 1904ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીથી સાત માઇલ દૂર એક નાના રેલવે ટાઉન, મુગલસરાયમાં થયો હતો. તેમના પિતા એક સ્કૂલ શિક્ષક હતા. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી માત્ર દોઢ વર્ષના હતા. ત્યારે તેમન પિતાનું દેહાંત થઇ ગયું હતું. તેમની માતા તેમના ત્રણેય સંતાનો સાથે પોતાના પિતાના ઘરે જઇને વસ્યા હતા.

4 / 8
અટલ બિહારી વાજપેયીનો જન્મ 26 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. ગ્વાલિયર-મધ્ય પ્રદેશમાં કૃષ્ણબિહારી વાજપેયીને ત્યાં જન્મેલા અટલબિહારી વાજપેયી કવિ હૃદય ધરાવતાં વ્યક્તિત્વ છે અને આ કવિ હૃદય તેમને વારસામાં તેમના પિતાથી મળ્યું છે, કારણ કે કૃષ્ણબિહારી વાજપેયી પણ અધ્યાપક અને કવિ હતાં. આ ફોટો વાજપેયીની યુવાનીકાળનો તેમના પરિવાર સાથેનો છે.

5 / 8
ડૉ. મનમોહન સિંહ ભારતના 14મા વડાપ્રધાન હતા. તે એક કુશળ રાજનેતા હોવાની સાથે સાથે એક વિદ્વાન, અર્થશાસ્ત્રી અને વિચારક પણ છે. એક અનુભવી અર્થશાસ્ત્રીનાં રુપમાં તેમની ઓળખ વધુ છે. તેમની કુશળ અને ઈમાનદાર છબીને કારણેજ લગભગ દરેક રાજનૈતિક દળોમાં તેમની સારી શાખ છે. આ ફોટો તેમની પત્ની અને પુત્રી સાથેનો છે.

6 / 8
આ ફોટો ભારતના બે પૂર્વ વડાપ્રધાનો ઇન્દીરા ગાંધી અને રાજીવ ગાંધીનો છે.  સાથે ફોટોમાં રાજીવ ગાંધીના પત્ની સોનિયા ગાંધીની સાથે તેમના સંતોનો પ્રિયંકા-રાહુલ પણ ફોટોમાં દ્રશ્યમાન થાય છે.

7 / 8
ગુલઝારીલાલ નંદાનો જન્મ સિયાલકોટ, પંજાબ, પાકિસ્તાન ખાતે થયો હતો. તેઓ ઈ. સ. 1964ના વર્ષમાં ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના અવસાન પછી કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. કોંગ્રેસ પક્ષ પ્રતિ સમર્પિત એવા ગુલઝારીલાલ નંદા પ્રથમ વાર પંડિત જવાહરલાલ નેહરુના અવસાન બાદ, અને ત્યાર પછી ઈ. સ. 1966ના વર્ષમાં લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ પણ કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. આ ફોટો તેમના પરિવાર સાથેનો છે.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">