
JP24057 નામના ડ્રિલ હોલ દ્વારા કરવામાં આવેલા ખોદકામમાં માત્ર 59 ફૂટની ઊંડાઈએ પ્રતિ ટન 1.24 ગ્રામ સોનું અને 0.38% તાંબું મળ્યું છે. વધુ ઊંડા ખોદકામમાં, 190 ફૂટે, 1.97 ગ્રામ સોનું અને 0.49% તાંબું મળ્યું હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે, જે ખુબજ ઊંચી ગુણવત્તા દર્શાવે છે.

ઑરોરા સ્થળ Todogone Volcanic Arcના ઉત્તર પ્રદેશમાં Clark Lake નજીક આવેલું છે. તાજેતરના વાતાવરણ પરિવર્તનના કારણે હવે આ વિસ્તારોમાં મોસમી ડ્રિલિંગ માટે વધુ સારા અવસર મળતા થયા છે, જેના કારણે ભવિષ્યમાં વધુ ખોદકામ શક્ય બનશે.

અંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA)ના અનુમાન પ્રમાણે, 2040 સુધી તાંબાની માંગમાં દોઢથી બે ગણો વધારો થશે. ખાસ કરીને વીજળી આધારિત વાહનોમાં તાંબાની જરૂરિયાત વધુ હોય છે. હાલમાં ઘણાં પોરફિરી ખાણોમાં તાંબાની ઉપલબ્ધતા ઘટતી જઈ રહી છે, તે સામે કેનેડાનું આ નવું ખજાનો ખૂબ જ આકર્ષક વિકલ્પ બની શકે છે. આ જમીનમાંથી મળેલ પ્રારંભિક પરિણામો અત્યંત હકારાત્મક છે – ઓછું ઊંડાણ, ઊંચી ધાતુ ગુણવત્તા અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મળીને આ સ્થળને કેનેડાના સર્વોચ્ચ સંભાવનાઓ ધરાવતા ખનિજ વિસ્તાર તરીકે રજૂ કરે છે. જો આવું જ વલણ આગળ પણ જળવાય છે, તો ખનિજ ઉદ્યોગમાં આ શોધ ઐતિહાસિક પરિવર્તન લાવી શકે છે. નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી મીડિયા અહેવાલોના આધારે છે. (All Images - Twitter)
Published On - 2:19 pm, Mon, 4 August 25