Gujarati News » Photo gallery » Buffet party of monkeys Monkey Buffet Festival has been celebrated in this country for 42 years
વાંદરાઓની બુફે પાર્ટી ! આ દેશમાં 42 વર્ષોથી ઉજવવામાં આવે છે Monkey Buffet Festival
Thailand : ભારતના અનેક દેશોમાં અવનવી પરંપરાઓ હોય છે. કેટલીક પરંપરાઓ એટલી વિચિત્ર હોય છે કે, લોકો જીવનમાં એકવાર તે પરંપરાને જોવાની ઈચ્છા રાખતા હોય છે. આવી જ એક પરંપરા થાઈલેન્ડમાં પણ છે.
દુનિયાના દેશોમાં એવી અનેક પરંપરાઓ હોય છે આજે પણ લોકો અનુસરે અને તે આવનારી પેઢીને પણ શીખવે છે. કેટલીક પરંપરાઓ એટલી વિચિત્ર હોય છે કે,જેની ચર્ચા આખી દુનિયામાં થાય છે. થાઈલેન્ડની રાજધાની બેન્કોકના શહેર લોપબુરીમાં છેલ્લા 42 વર્ષથી મંકી બુફે ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે.
1 / 5
એક રિપોર્ટ અનુસાર, લોપબુરીમાં વર્ષ 1980થી દર વર્ષે વાંદરાઓ માટે એક બુફે પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. જેને મંકી બુફે ફેસ્ટિવલ નામ આપવામાં આવ્યુ છે. તેમાં વાંદરાઓ માટે જમવાની વ્યવ્સ્થા કરવામાં આવે છે . તેના માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવે છે. લગ્ન જેવા કાર્યક્રમોમાં જેમ આપણા માટે બુફે હોય છે તેમ આ વાંદરાઓ માટે પણ તૈયારીઓ કરવામાં આવે છે.
2 / 5
આ મંકી બુફે ફેસ્ટિવલમાં ફળ, આઈસક્રીમ, કોલ્ડ ડ્રિંક વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. આ મંકી બુફે ફેસ્ટિવલમાં લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
3 / 5
ત્યાંના સ્થાનિક વડીલો અનુસાર, આની શરુઆત એક વેપારીએ કરી હતી.અહીં વાંદારાઓની સંખ્યા વધારે હોવાથી પ્રવાસીઓ અહીં વધારે આવતા અનેક વાંદરાઓને જમાડતા. તેના કારણે તે વેપારીની કમાણી વધી. તે વેપારીએ તેના નફામાંથી વાંદારાઓને પાર્ટી આપવાનું શરુ કર્યુ. ત્યાર બાદ વાંદરાઓ ત્યાં જ વસવા લાગ્યા. 2020માં કોરાના લોકડાઉનને કારણે તેઓને પૂરતુ ભોજન ન મળ્યુ, જેથી તેમની સંખ્યા વધી અને તેઓ વધુ હિંસક થયા.
4 / 5
2021માં સરકારે તેમના માટે જમવાની વ્યવ્સ્થા કરી, જો તેઓ આ નહીં કરતે તો વાંદરાઓ શહેર તરફ જઈ આંતક ફેલાવી શકતા હતા. 1980થી શરુ થયેલી આ પરંપરાને કારણે માણસ અને વાંદરાનો એકબીજા પ્રત્યેનો ડર ખત્મ થયો છે.