
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની T20 સિરીઝ રમવા માટે તૈયાર છે. સિરીઝની પ્રથમ T20 મેચ આવતીકાલે (22 ઓક્ટોબર, ગુરુવાર) રમાવાની છે. (Image Source | iStock)

ઓપનર અભિષેક શર્મા અને સંજુ સેમસન સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. આ બંને ખેલાડીઓએ આ વર્ષની શરૂઆતમાં ભારતને T20 વર્લ્ડ કપનું ટાઇટલ જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. (Image Source | iStock)

ભારતીય T20 ટીમનો કેપ્ટન શ્રેયસ અય્યરે જણાવ્યું કે યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને અત્યારે પ્લેઇંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ છે. જોકે શ્રેયસ અય્યરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે યોગ્ય સમય આવતાં વૈભવને પણ તક મળશે. (Image Source | iStock)

ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની સિરીઝ શરૂ થવાના પહેલાં શ્રેયસ અય્યરે કહ્યું કે વૈભવ સૂર્યવંશી જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં હંમેશાં ખુશ રહે તે જરૂરી છે. (Image Source | iStock)

તે હજુ ખૂબ યુવાન છે અને તેને ભવિષ્યમાં વધુ તકો મળશે. એવું નથી કે તેને અત્યારે સીધું જ ટીમમાં સામેલ કરી શકાય. કારણ કે આપણા ઓપનરો સતત રન બનાવી રહ્યા છે અને તેમણે વર્લ્ડ કપ પણ જીત્યો છે. (Image Source | iStock)

એશિયન ગેમ્સ દરમિયાન વૈભવ સૂર્યવંશીને ઇનિંગ્સની શરૂઆત કરવાની તક આપવા માટે સંજુ સેમસન ત્રીજા ક્રમે બેટિંગ કરવા ઊતર્યો હતો. જોકે, અય્યરનું માનવું છે કે વિદેશી પરિસ્થિતિઓમાં રમવાનો અનુભવ યુવા ખેલાડીને ભવિષ્યનાં પડકારો માટે વધુ સારી રીતે તૈયાર કરવામાં મદદ કરશે. (Image Source | iStock)

શ્રેયસ અય્યરે વધુમાં કહ્યું કે જ્યારે તે વિદેશમાં રમે છે, ત્યારે તેને ત્યાંની પીચો પર કેવી રીતે બેટિંગ કરવી તેની સારી સમજ મળે છે. ભવિષ્યમાં જ્યારે પણ તે આવી પરિસ્થિતિઓમાં રમશે, ત્યારે તે સંપૂર્ણપણે તૈયાર હશે. આ ઉપરાંત, તે પહેલીવાર અહીં રમવા આવતા ટીમના અન્ય સાથી ખેલાડીઓને પણ સલાહ આપી શકશે. (Image Source | iStock)