Anirudh-Kavya Wedding: ડેસ્ટિનેશન વેડિંગ પછી, અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારનનું આ દિવસે છે ગ્રાન્ડ રિસેપ્શન
SRHની ઓનર અને નેશનલ ક્રશ કાવ્યા મારન (Kavya Maran ) લગ્ન કરવા જઈ રહી છે. બંને ગ્રીસમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાની તૈયારીમાં છે. ત્યારબાદ કપલ એક ગ્રાન્ડ રિસેપ્શન પણ ભારતમાં પ્લાન કરી રહ્યા છે. ચાલો ડિટેલ જાણીએ.

આઈપીએલ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદની સીઈઓ કાવ્યા મારનના કરોડો ચાહકો છે. જ્યારે પણ હૈદરાબાદની કોઈ મેચ હોય છે. તો બધાની નજર કાવ્યા મારન પર રહેતી હોય છે. હવે કાવ્યા મારન પોતાની પર્સનલ લાઈફમાં આગળ વધવા જઈ રહી છે.

તે સાઉથ સિનેમાની દિગ્ગજ મ્યુઝિશિયન અનિરુદ્ધ રવિચંદર સાથે લગ્ન કરવા જઈ રહી છે. લગ્નની માહિતી ધીમે ધીમે આવી રહી છે. બંને 11 નવેમ્બર 2026ના રોજ ગ્રીસમાં લગ્નના બંધનમાં બંધાશે.

રિપોર્ટ અનુસાર કપલ આ ગ્રાન્ડ રિસેપ્શનનું પ્લાનિંગ કરી રહ્યા છે. લગ્નના 10 દિવસ પછી 21 નવેમ્બર 2026ના રોજ ચેન્નાઈ રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. જેમાં તેલગણાના સીએમ રેવંત રેડ્ડી સહિત દેશ અને દુનિયાભરના ક્રિકેટ, બિઝનેસ, પોલિટિક્સ અને એન્ટરટેનમેન્ટ જગતના અનેક મોટા સ્ટાર સામેલ થવાની શક્યતા છે.

અનિરુદ્ધ અને કાવ્યા છેલ્લા કેટલાક સમયથી રિલેશનશીપમાં છે. વર્ષે 2025થી બંનેના લગ્નના સમાચારની વાત ચાલી રહી છે.પરંતુ બંનેએ શરુઆતમાં આ સમાચારનું ખંડન કર્યું હતુ. ત્યારબાદ 2026 જૂનમાં અનિરુદ્ધના એક રિલેટિવે કપલને લગ્નની એડવાન્સમાં શુભકામના પાઠવી હતી. જેમાં બંનેના સંબંધો કન્ફોર્મ થયા હતા.

કાવ્યા મારનની વાત કરીએ તો. તે એક બિઝનેસવુમન છે. તેમજ આઈપીએલ સનરાઈઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઈઝીની ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર છે. તો તેની નેટવર્થ રિપોર્ટ મુજબ 500 કરોડની આસપાસ છે. આ તેની વ્યક્તિગત નેટવર્થ છે. જો કાવ્યા મારનના પરિવારની નેટવર્થની વાત કરીએ તો. 24000 કરોડથી વધારે છે.

અનિરુદ્ધ રવિચંદરની વાત કરીએ તો. હાલમાં તે સાઉથ ઈન્ડસ્ટ્રીના લીડિંગ મ્યુઝિક કમ્પોઝરમાંથી એક છે. તેમણે ડોક્ટર, માસ્ટર, વિક્રમ, બીસ્ટ, દેવરા,કુલી અને જેલર 2માં સંગીત આપ્યું છે.

ટુંક સમયમાં તે સ્પિરિટ અને કિંગ જેવી ફિલ્મોમાં સંગીત આપી રહ્યા છે. તે સાઉથના હાઈએસ્ટ પેડ મ્યુઝિશિયનમાંથી એક છે. તેમજ તેની નેટવર્થ અંદાજે 60 કરોડની આસપાસ છે. (ALL Photo: PTI)
સનરાઈઝર્સ હૈદારબાદની માલિક છે 400 કરોડથી વધુની સંપત્તિની માલિક, પિતાનો પગાર 90 કરોડ જુઓ પરિવાર અહી ક્લિક કરો
