બોક્સર વિજેન્દર અને રાહુલ ગાંધીનો ‘વખરા સ્વેગ’, ભારત જોડો યાત્રામાં સાથે જોવા મળ્યો

બેઇજિંગ ઓલિમ્પિક્સ-2008માં બોક્સિંગમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવનાર બોક્સર વિજેન્દર સિંહે 2019ની લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગયા હતા, જોકે તેઓ કોંગ્રેસ સાથે રાજકારણમાં સક્રિય છે.

Nov 25, 2022 | 10:40 PM
TV9 GUJARATI

| Edited By: Ashvin Patel

Nov 25, 2022 | 10:40 PM

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મધ્યપ્રદેશ પહોંચી ગઈ છે. શિવરાજ સિંહના રાજ્યમાં રાહુલ ગાંધી 12 દિવસ સુધી 380 કિલોમીટરનો પ્રવાસ કરશે. આ પછી તે રાજસ્થાન જશે. આ યાત્રા દરમિયાન ઘણા લોકો રાહુલ ગાંધી સાથે જોડાઈ રહ્યા છે અને શુક્રવારે ભારતીય રમત જગતના એક સ્ટારે રાહુલ સાથે યાત્રામાં ભાગ લીધો હતો. (PTI Photo)

1 / 5
આ સ્ટાર બીજું કોઈ નહીં પરંતુ બોક્સિંગમાં ભારતને ઓલિમ્પિક મેડલ અપાવનાર સ્ટાર વિજેન્દર સિંહ છે. વિજેન્દરે બીજિંગ ઓલિમ્પિક-2018માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.(PC-Congress)

2 / 5
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર પર વિજેન્દર સાથેનો ફોટો પણ શેર કર્યો છે. આ ફોટોમાં બંને પોતાની મૂછો પર તાવ મારતા જોવા મળે છે. આ ફોટો ટ્વીટ કરતા રાહુલે લખ્યું, "મૂછ પર તાવ, હાથમાં તાકાત. ચુસ્ત ઈરાદા, ઉત્સાહી પગલાં.(PC-Congress)

3 / 5
અન્ય એક ફોટોમાં રાહુલ અને વિજેન્દર એકસાથે હાથ પકડીને ચાલતા જોવા મળે છે. વિજેન્દ્રએ દક્ષિણ દિલ્હીથી કોંગ્રેસની ટિકિટ પર 2019ની લોકસભા ચૂંટણી લડી હતી. જોકે, તેઓ જીતી શક્યા ન હતા અને ભાજપના રમેશ બિધુરી સામે હારી ગયા હતા.(PC-Congress)

4 / 5
વિજેન્દર ખરગોન પહોંચ્યો અને આ યાત્રામાં ભાગ લીધો. કોંગ્રેસે રાહુલ ગાંધી અને વિજેન્દરનો ફોટો 'વખરા સ્વેગ' કેપ્શન સાથે ટ્વિટ પણ કર્યો છે.(PC-Congress)

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati