Calcium Depleting : આ 6 ખાવાની વસ્તુ તમારા હાડકાંમાંથી ખતમ કરી દેશે કેલ્શિયમ ! જાણી લો નામ
બાળપણમાં નહીં પણ વૃદ્ધાવસ્થામાં પણ હાડકાં નબળા થઈ શકે છે. હાલમાં દરેક લોકોનું એવા પ્રકારનું ખાનપાન થઈ ગયું છે, જેના કારણે અનેક બીમારીઓની શિકાર લોકો બની રહ્યા છે. જેના પ્રત્યે જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. જો આમ નહીં કારવામાં આવે તો લાંબા સમયે આ બાબતે નુકશાન વેઠવાનો વારો આવી શકે છે.

બધા પોષક તત્વોમાં, હાડકાંને મજબૂત બનાવવા માટે સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વો કેલ્શિયમ છે. એવું કહેવાય છે કે કેલ્શિયમની ઉણપને કારણે હાડકાં નબળા પડી જાય છે. આવી સ્થિતિમાં, હાડકાંને લોખંડ જેટલા મજબૂત બનાવવા માટે કેલ્શિયમ જરૂરી છે. જોકે તમારે આ દરમ્યાન કેલ્શિયમને નબળું પાડતી વસ્તુઓ ન ખાવી જોઈએ.

કોલ્ડ ડ્રિંકનું વધારે સેવન હાડકાંને નબળા બનાવી શકે છે. તેમાં રહેલા કાર્બોનેટ અને ફોસ્ફેટ્સ હાડકાંમાંથી કેલ્શિયમ શોષી લે છે.

રેડ મીટ હાડકાં માટે નુકસાનકારક છે. તેનું વધુ સેવન યુરિક એસિડ વધારી શકે છે, જે હાડકાંને નબળા બનાવે છે.

કેક, કૂકીઝ અને અન્ય મીઠી વસ્તુઓમાં વધુ શુગર હોય છે, જે હાડકાંમાં કેલ્શિયમ શોષણને અટકાવે છે.

ચામાં રહેલા કેટેચિન અને ટૅનિન્સ હાડકાંમાંથી કેલ્શિયમને બહાર કાઢી શકે છે, જેના કારણે લાંબા ગાળે હાડકાં નબળા થાય છે.

દારૂ કેલ્શિયમને શરીરમાં શોષાવવાથી રોકે છે અને યુરિન દ્વારા બહાર કાઢી દે છે, જેના કારણે હાડકાં નબળા થાય છે.

તેલ વાળો અને ફેટવાળા ખોરાક કેલ્શિયમના શોષણને અટકાવે છે, જે હાડકાં માટે ખતરો બની શકે છે.

જો હાડકાંને મજબૂત રાખવા હોય, તો આ 6 ખાધ્ય વસ્તુઓનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ અને કેલ્શિયમ યુક્ત આહારનું સેવન વધારવું જોઈએ. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. સારા સ્વાસ્થ્ય માટે નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્ય ને લગતા વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































